2 આતંકીઓ આર્મીની વર્દીમાં હતા, 25-30 ગોળીઓ વરસાવી
અત્યાર સુધી બાળકો-મહિલાઓ સહિત 10ના મોત, 33 ઘાયલ: ડ્રોન ફરતા મૂકાયા
ખાસ-ખબર ન્યૂઝ જમ્મુ કશ્ર્મીર
ભારતીય સેનાએ સોમવારે સવારે જમ્મુ અને કાશ્ર્મીરના રિયાસીમાં શિવ ખોરીથી આવતી બસ પર હુમલા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં રવિવારે સાંજે દસ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (CRPF) પણ રિયાસી પહોંચી ગયું છે અને ઘટના સ્થળ અને તેની આસપાસના ગાઢ જંગલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશનમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિયાસી જિલ્લા કમિશનર વિશેષ મહાજને રવિવારે રાત્રે પુષ્ટિ કરી કે આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા. 33 અન્ય ઘાયલ પણ થયા હતા, એમ તેમણે ઉમેર્યું હતું. આ પહેલા એસએસપીએ વધુમાં જણાવ્યું હતું કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ઘાયલોને નરૈના અને રિયાસી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
- Advertisement -
રિયાસીના એસએસપી મોહિતા શર્માએ કહ્યું કે આતંકવાદીઓ હાઈવે પર બસની રાહ જોઈ રહ્યા હતા. એવું લાગે છે કે તેઓએ આ બસને નિશાન બનાવી છે કારણ કે તેમાં સવાર મુસાફરો જમ્મુ-કાશ્ર્મીરની બહારના હતા. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની આતંકવાદી જૂથો જમ્મુ-કાશ્ર્મીરમાં ફરીથી આતંક ફેલાવવા માંગે છે. ઘાયલ સંતોષ કુમારે જણાવ્યું કે આતંકીઓએ સેનાનો યુનિફોર્મ પહેર્યો હતો. તેનું મોં ઢાંકેલું હતું. બસ વળાંકની આસપાસ આવી કે તરત જ અચાનક ગોળીઓ વરસવા લાગી. બસ ખીણમાં પડી તે પહેલા આતંકીઓએ 25 થી 30 ગોળીઓ વરસાવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા યુપીના અન્ય એક ઘાયલ શ્રદ્ધાળુએ જણાવ્યું કે બસ પડી ગયા પછી પણ આતંકવાદીઓ ગોળીબાર કરતા રહ્યા. બસ સાંજે 4 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે 5:30 વાગ્યે નીકળી હતી. બસ મોડી પડી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે પોલીસ, સેના અને CRPFની સંયુક્ત સુરક્ષા દળની ટીમ બનાવીને આતંકીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સર્ચ ઓપરેશન માટે પાંચ અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. તપાસ માટે ગઈંઅની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
હુમલાના દોષિતોને છોડવામાં આવશે નહીં: અમિત શાહ
કેન્દ્રીય મંત્રી અમિત શાહે ડ પર પોસ્ટ કરીને કહ્યું કે ભક્તો પર હુમલાના દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તેમને પરિણામ ભોગવવા પડશે. સ્થાનિક વહીવટીતંત્ર મદદ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. મારી સંવેદના પીડિત પરિવાર સાથે છે. સંરક્ષણ નિષ્ણાતે કહ્યું- પાકિસ્તાન કાશ્ર્મીરની શાંતિ ડહોંળવા માંગે છે સંરક્ષણ નિષ્ણાત હેમંત મહાજને કહ્યું કે પાકિસ્તાન સિવાયના તમામ પાડોશી દેશોને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આવા સમયે હુમલાનો અર્થ સ્પષ્ટ છે. કાશ્ર્મીરમાં શાંતિ ડહોંળવા માંગે છે. પ્રવાસન, રોજગાર અને ધંધાનો અંત લાવવાનો ઈરાદો છે.