પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યાનો ભારતે લીધો હતો બદલો: રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર પાકિસ્તાનને મોટું નુકસાન થયાની ઇશાક ડારની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.29
- Advertisement -
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે શનિવારે જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નૂરખાન એરબેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા અને સૈન્ય ઠેકાણાઓને નુકસાન થયું હતું.
ડારે વર્ષની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતે રાવલપિંડીના ચકાલા વિસ્તારમાં આવેલા નૂર ખાન એરબેઝને નિશાન બનાવ્યું હતું. ભારતે 36 કલાકની અંદર પાકિસ્તાન તરફ 80 ડ્રોન હુમલા કર્યા હતા.
ડારના મતે, પાકિસ્તાની સેનાએ તેમાંથી 79 ડ્રોન તોડી પાડ્યા હતા, પરંતુ એક ડ્રોન એરબેઝ સુધી પહોંચી ગયું હતું. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અન્ય ઘણા સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા હતા, જેના કારણે કુલ 11 એરબેઝને નુકસાન થયું હતું.
ભારતે આ હુમલો 22 એપ્રિલે જમ્મુ-કાશ્ર્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા.
ઇશાક ડારે આ પહેલા જૂનમાં પણ સ્વીકાર્યું હતું કે ભારતે તેમના બે મોટા એરબેઝ નૂર ખાન અને શોરકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. ડારે જિયો ન્યૂઝ પર ખુલાસો કરતા જણાવ્યું હતું કે 6-7 મેની રાત્રે પાકિસ્તાન જવાબી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે જ ભારતે ફરીથી સ્ટ્રાઇક કરી દીધી અને નૂરખાન-શોરકોટ એરબેઝને નિશાન બનાવ્યું.
આ પહેલા પાકિસ્તાન સરકાર અને સેનાએ ભારતના હુમલાની વાતને નકારી હતી. જોકે, થોડા સમય પછી પાકિસ્તાની ઙખ શાહબાઝ શરીફે અને હવે ડેપ્યુટી ઙખ ઇશાક ડારે હુમલાઓની પુષ્ટિ કરી હતી.
ભારત પહેલેથી જ કહી ચૂક્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન નૂર ખાન એરબેઝ તે મહત્વના ઠેકાણાઓમાં સામેલ હતું, જ્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતનું કહેવું છે કે આ જવાબી હુમલો પાકિસ્તાન તરફથી ભારતના સરહદી વિસ્તારો પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓ પછી કરવામાં આવ્યો હતો. ભારતે એ પણ જણાવ્યું કે તેણે પાકિસ્તાનમાં હાજર આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ઝછઋ) ના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેણે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. ભારતના મતે, આ કાર્યવાહીનો હેતુ આતંકવાદને આશ્રય આપતા ઠેકાણાઓને ખતમ કરવાનો હતો. ભારત તરફથી એ પણ કહેવામાં આવ્યું કે નૂર ખાન ઉપરાંત રફીકી, મુરીદ, રહીમ યાર ખાન, સુક્કુર અને ચુનિયન જેવા સૈન્ય અડ્ડાઓ પર હુમલા કરવામાં આવ્યા. આ સાથે જ સ્કરદુ, ભોલારી, જેકોબાબાદ અને સરગોધાના એરબેઝને પણ ભારે નુકસાન થયું. ભારતે પાકિસ્તાન પર હુમલાની શરૂઆત 6 અને 7 મેની રાતથી કરી. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ ઠેકાણાઓમાં પાકિસ્તાનના પંજાબ રાજ્યના બહાવલપુર અને મુરીદકે જેવા વિસ્તારો પણ સામેલ હતા. તેના જવાબમાં 8 મેની સાંજે પાકિસ્તાને ભારતના એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તેણે તુર્કીયે અને ચીનના ડ્રોનનો ઉપયોગ કર્યો, પરંતુ તેમાં તેને સફળતા મળી નહીં.
ભારતની એરફોર્સ સંપૂર્ણપણે સક્રિય હતી અને નાના હથિયારોથી લઈને મોટા એર ડિફેન્સ સિસ્ટમ સુધી દરેક હથિયાર તૈયાર હતું. આ હથિયારોએ પાકિસ્તાનના ડ્રોનને ઘણું નુકસાન પહોંચાડ્યું.
ભારતીય સેનાએ પણ સરહદની બીજી બાજુ ભારે તોપો અને રોકેટ લોન્ચર્સનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેનાને ખરાબ રીતે ફસાવી રાખી અને તેને મોટું નુકસાન પહોંચાડ્યું.



