હાલની પરિસ્થિને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ
7 મે ના રોજ ભારતે પાકિસ્તાન પર કરેલ હુમલા પછી સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને ગઇકાલે ગુજરાતનાં કચ્છ વિસ્તારમાં ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે હુમલાને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
- Advertisement -
ગઇકાલે ગુજરાતનાં કચ્છ ખાતે પાકિસ્તાન દ્વારા થયેલા હુમલા બાદ ગુજરાત હાઇ એલર્ટ મોડ પર છે. ભુજ એરપોર્ટને બંધ કરી દેવાયું છે. તો ગઇકાલે કચ્છમાં પણ બ્લેકઆઉટની સ્થિતિ હતી. આ વચ્ચે ગુજરાતનાં સરહદ પરના ગામોની ખાસ સુરક્ષા વધારાઈ છે.
ગુજરાત સરકારે બોલાવી બેઠક
આ બધાની વચ્ચે ગુજરાત રાજ્ય સરકારની આજે સવારથી જ એક અગત્યની બેઠક શરૂ થઈ છે. અને આ સમીક્ષા બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાશે. આ વચ્ચે ઓપરેશન સિંદૂરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલની પરિસ્થિને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરી છે.
- Advertisement -
આરોગ્ય, મહેસૂલ વિભાગની રજાઓ રદ
ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગ ના તમામ કર્મચારીઓની રાજ્ય અનિશ્ચિત મુદત માટે રદ કરી છે. હાલ તણાવની સ્થતિમાં ગુજરાત સરકારે આ મહહત્વનું પગલું ;ઇડહૂ છે. આ વિભાગોના કર્મચારીઓને જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ના થાય ત્યાં સુધી રજાઓ રદ કરાઇ છે.
ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ્દ
ગુજરાત સરકાર દ્વારા પણ સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત પોલીસનાં તમામ અધિકારી-જવાન સહિતનાં સમગ્ર સ્ટાફની રજા રદ્દ કરી દેવામાં આવી છે. આ અંગેનો અધિકારીક પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ પર હાજર થવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે ગુજરાત સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓનાં મહત્વનાં સ્થળો પર પેટ્રોલિંગ વધારવા તમામ જિલ્લાઓની બોર્ડર પર પણ સધન ચેકિંગ હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.