ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક વડાપ્રધાન નિવાસસ્થાને યોજાઈ હતી જેમાં પાકિસ્તાન પર તાજેતરમાં કરવામાં આવેલી ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોભાલે પીએમ મોદીને સરહદ સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને ઓપરેશન સિંદૂરની વ્યૂહાત્મક સફળતા વિશે વિગતવાર માહિતી આપી. આ ઉપરાંત અજિત ડોભાલે પીએમ મોદી સાથે પાકિસ્તાન તરફથી સંભવિત પ્રતિક્રિયાઓ અને તેનો સામનો કરવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ પર પણ ચર્ચા કરી.
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ’. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો ઇજઋ જડબાતોડ જવાબ આપી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.