ઈરાનના હુમલાને કારણે દોહા એરસ્પેસ બંધ, ફ્લાઇટ્સ કુવૈત તરફ ડાયવર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
ઓપરેશન સિંધુ હેઠળ ઇઝરાયલથી બહાર કાઢવામાં આવેલા 160 ભારતીય નાગરિકોનો પ્રથમ ગ્રુપ સોમવારે જોર્ડનથી અમ્માન રવાના થયું. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઓપરેશન સિંધુ હેઠળ જોર્ડન અને ઈજિપ્ત દ્વારા ઈઝરાયલથી 604 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. 160 ભારતીય નાગરિકોનું પહેલું ગ્રુપ 24 જૂને નવી દિલ્હી પહોંચશે. ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે સોમવારે આ માહિતી આપી.
- Advertisement -
જોકે, ઈઝરાયલથી જોર્ડન અને પછી અમ્માન થઈને રવાના થયેલી ફ્લાઇટને કુવૈત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી કારણ કે સોમવારે રાત્રે યુએસ લશ્કરી થાણાઓ પર ઈરાની હુમલાઓ બાદ તેની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી. અગાઉ, ઓપરેશન સિંધુ હેઠળ, ભારત સરકારે સોમવારે ઈરાનના મશહદથી 290 ભારતીયો અને એક શ્રીલંકન નાગરિકને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડ્યા હતા. આમ, અત્યાર સુધીમાં બચાવાયેલા ભારતીયોની કુલ સંખ્યા 2003 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે ભારત સરકારે ઓપરેશન સિંધુના ભાગ રૂપે આગામી બે થી ત્રણ દિવસમાં ઈરાનથી ત્રણ વધારાની ઈવેક્યુએશન ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે. 6 ખાડી દેશોમાં 90 લાખથી વધુ ભારતીયો છે. સૌથી વધુ ભારતીયો ઞઅઊ (35.5 લાખ), સાઉદી અરેબિયા (26 લાખ), કુવૈત (11 લાખ), કતાર (7.45 લાખ), ઓમાન (7.79 લાખ) અને બહેરીનમાં (3.23 લાખ) છે.