685 ચો.મી.ની આશરે 3.15 કરોડની જમીનનું દબાણ દૂર
કોર્પોરેશન ટીમ અને પોલીસ કાફલાનું સંયુક્ત ઓપરેશન
જૂનાગઢ શહેરમાં ડિમોલિશનનો ત્રીજો રાઉન્ડ
ધાર્મિક સ્થળો સાથે અસામાજિક તત્વોના સહિત 10 દબાણ તોડી પાડયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
સમગ્ર રાજ્યમાં ગેરકાયદે દબાણો સામે દાદાનું ઓપરેશન બુલડોઝર ચાલી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં અગાઉ બે વખત ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણો દૂર કરાયા છે. ત્યારે ગત રાત્રીના કોર્પોરેશન અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રીજો રાઉન્ડમાં બુલડોઝર ફરી વળ્યું હતું જેમાં 6 ધાર્મિક સ્થાનોમાં મંદિરની ડેરીઓ અને દરગાહ સાથે અસામાજિક તત્વનું ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું અને જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે ગુપ્ત રાહે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાનગર પાલિકા દબાણ શાખા અને અધિકારીઓ દ્વારા પેહલા નોટીશ આપવામાં આવી હતી છતાં દબાણો દૂર નહિ થતા કાફલા સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને સરકારી જમીનો ખુલ્લી કરાઈ હતી. જૂનાગઢ મહાનગર પાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મોડી રાત્રીથી કમિશનર ડો.ઓમ પ્રકાશ, પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા, નાયબ કમિશનર અજય એસ. ઝાંપડા તથા ડી.જે.જાડેજા,સિનિયર ટાઉન પ્લાનર વી.કે.પારેખ, દબાણ શાખા અને પોલીસ વિભાગના સમગ્ર જીલ્લાના ડી.વાય.એસ.પી. તેમજ પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ તથા બહોળી સંખ્યામાં મહિલા તથા પુરુષ પોલીસ જવાનોની તથા અંદાજીત 10 જેસીબી, 2-ઇટાચી, 2 – બ્રેકર, 15- ટ્રેક્ટર તથા 2 – ડમ્પર તથા વિવિધ અન્ય મશીનરીની મદદથી શહેરમાં અનધિકૃત અને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ અને કુલ-10 અનધિકૃત દબાણો દૂર કરી સરકારી જમીન પર થયેલ 685 ચો.મીટર કિમંત આશરે 3.15 કરોડની જમીનનું દબાણ દૂર કરાયું હતું.
નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઇકોર્ટના વખતો વખતના આદેશો તથા સરકારની સૂચનાઓ મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા અનધિકૃત, અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાના થાય છે, આ અંતર્ગત મનપા તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમો બનાવી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ અંગેની પૂરતી તકેદારી સાથે શહેરમાં મુખ્ય રોડ પર આવેલા વિવિધ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ છે.આ તમામ અનધિકૃત દબાણ તેમજ બાંધકામોના વહીવટકર્તાઓ/ સંબંધિતોને દબાણ દૂર કરતા પહેલા પુરાવાઓ રજૂ કરવાની/ આધારો અંગે રજૂઆત કરવાની પૂરતી તકો આપવામાં આવેલ હતી.જે અંતર્ગત સંબંધીતો દ્વારા યોગ્ય માલિકી હક્કના પુરાવા રજૂ ન થયે આ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા પણ રીઢા ગુનેગારો/અસામાજિક તત્વો કે જેઓ દ્વારા સરકારી જગ્યાઓ ઉપર અનધિકૃત કબ્જો કરેલ હોય/દબાણ કરેલ હોય તેમની તપાસ કરી આ દબાણો દૂર કરવા રાજ્ય સરકારના વિવિધ વિભાગોને જાણ કરેલ.જે અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ 2 દબાણ વિભાગની ટીમો સાથે રહી હટાવવામાં આવેલ.
ધાર્મિક સ્થળો સાથે અસામાજિક તત્વોના સહિત 10 દબાણ તોડી પાડયા
- Advertisement -
જૂનાગઢમાં કઈ જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરાયા
જૂનાગઢ શહેરમાં મનપા અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને મોડી રાત્રે સરકારી જમીન પર ગેરકાયદે દબાણોમાં સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે આવેલ દાતાર રોડ પર ત્રણ દબાણ દૂર કર્યા તેમજ શહેરની વચ્ચેના ગાંધીચોકથી ઢાલ રોડ તરફ જતા રોડ વચ્ચે આવેલ એક ટ્રાફિકને અડચણરૂપ દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ જયારે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના કાંઠે આવેલ અનધિકૃત ધાર્મિક દબાણ કે જે વિકાસકાર્યોમાં અડચણરૂપ થતું એ દૂર કરવામાં આવેલ તેમજ જુનાગઢથી મજેવડી ગેટ સુધીમાં મુખ્ય માર્ગને અડચણરૂપ કુલ ત્રણ મંદિર/ડેરીનું અનધિકૃત ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ તેની સાથે જૂનાગઢ જંકશન ડેવલોપ કરવા માટે અડચણરૂપ કુલ ત્રણ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ છે જે પૈકી બે મંદિર/ડેરી તથા એક દરગાહનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ખાડિયા વિસ્તારમાં આવેલ એક અનધિકૃત મકાન વરંડા સાથેનું દબાણ દૂર કરાયું તથા દાતાર રોડ પર આવેલ ગેરકાયદેસર દુકાનનું દબાણ દૂર કરવામાં આવેલ છે.