અયાના અને ઑપેરા દ્વારા બેફામ ગેરરીતિ
સરપંચે પણ કહ્યું કે, ‘મારી મંજુરી પણ લેવામાં આવી નથી’
- Advertisement -
પંથકમાં પનચક્કી કંપનીઓનાં કાળાં કરતૂતો પ્રત્યે મામલતદારથી લઈને કલેક્ટર સુધીનાં અધિકારીઓનાં આંખ મિંચામણા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં કર્ણુંકી ગામે રે.સ.નંબર-213માં AYANA RENEWABLE POWER PRIVATE LTD તથા PERA ENERGY PRIVATE LIMITED તથા ખેડૂત પથુ બસીયાની મિલીભગતથી ગેરકાયદે પવનચક્કી ઉભી કરવામાં આવી છે. આ અંગેનો વિસ્તૃત અહેવાલ ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ કર્યા બાદ આ અંગે કેટલીક વધુ ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે. ભગીરથસિંહ બસીયાએ અયાના રિન્યૂએબલ પાવર તથા ઓપેરા એનર્જી વિરુદ્ધ કલેક્ટર-પોલીસમાં અરજી કર્યા બાદ અયાના રિન્યૂએબલ પાવર કંપનીના વકીલ મેમણે ફરિયાદી સમક્ષ ઊંખણ ફાઈલમાં ગોટાળા થયા હોવાનું અને કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા સૌને ગેરમાર્ગે દોરાયા હોવાનું જણાવ્યું છે
તો બીજી તરફ આજરોજ કર્ણુંકી ગામના સરપંચ મુન્નાભાઈ ગોહિલે ફરિયાદી ભગીરથસિંહ બસીયાને જણાવ્યું હતું કે, મારી એટલે કે સરપંચની મંજૂરી વિના આ પવનચક્કી ગેરકાયદે ઉભી કરાઈ છે અને તે અંગેની જાણ તેઓએ ઉચ્ચ અધિકારીઓને કરેલી પરંતુ કશું થયું નહીં અને પવનચક્કી ઉભી કરી દેવામાં આવી. આમ, બાબરાના કર્ણુંકી ગામે આસપાસના વિસ્તારના ખેડૂતોની એનઓસી લીધા વિના પવનચક્કી ઉભી કરાઈ ઉપરાંત કર્ણુંકી ગામના સરપંચની પણ મંજૂરી લેવામાં આવી નથી. આ સિવાય પવનચક્કી ઉભી કરવા કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા સરકારી રેકર્ડમાં છેડછાડ કર્યાનું પણ સ્પષ્ટ દર્શાઈ આવે છે અને ઓપેરા રિન્યૂએબલ પાવર કંપનીના વકીલ મેમણે પણ આ વાત સ્વીકારી છે. અલબત્ત ખોટી રીતે પવનચક્કી ઉભી કરવા તેની સાઈઝ અને લોકેશન ફેરવી નાખ્યા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. હવે આ અંગે તંત્ર તરફથી શું કામગીરી અને કાર્યવાહી થશે એ જોવું રહ્યું.
- Advertisement -
શું છે સમગ્ર મામલો?
ભગીરથસિંહ રામભાઈ બસીયાએ અમરેલી જીલ્લા કલેક્ટર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, જ્યારે કોઈપણ ખેડવાણ જમીનમાં પવનચક્કી ઉભી કરવાની હોય ત્યારે સરકારી પ્રક્રિયાને અનુસરીને ગામના સરપંચશ્રી, મામલતદારશ્રી, કલેકટરશ્રી વિગેરે લાગુ પડતી કચેરીઓના એન.ઓ.સી. લેવાની હોય છે તેમજ આજુબાજુની ખેડવાણ જમીન ધરાવતા ખેડૂતોની સંમતિ લેવાની હોય છે જ્યારે આ પવનચક્કી ઉભી કરવામાં કોઈપણની સંમતિ લીધેલ નથી. આ ઉપરાંત આજુબાજુવાળાની સંમતિ ન લેવી પડે તે કારણે પવનચક્કી ઉભી કરેલ જમીનની આજુબાજુની વિગત દર્શાવતા ખોટા નકશાઓ બનાવડાવી ગુનાહિત કૃત્ય કરેલ છે. આ પવનચક્કીની તેની સાઈઝ 3.5 મેગા વોટની છે જેની રોટર બ્લેડ 78 મીટર લાંબી હોય છે પવનચક્કીનો રોટર બેઈઝ અમારી જમીનની પૂર્વ બાજુ ફકત 60 મીટ2 52 આવેલ છે જેથી રોટર બ્લેડ અમારી જમીનની હવાઈ સીમાથી અંદર 18 મીટર અમારી જમીનમાં આવે છે. ભગીરથસિંહ બસીયાની જમીનમાં પવનચક્કીની પાંખ આવતા હવે તેમણે પવનચક્કી નાખનારી કંપની અને કોન્ટ્રાક્ટ એજન્સી ઉપરાંત તેમને મદદ કરનાર ખેડૂત વિરુદ્ધ કાયદાકીય જંગ છેડી છે.
ઉપસરપંચ પથુભાઈ બસીયા પણ કૌભાંડમાં સામેલ
પવનચક્કી માટે જેની જમીન ખરીદવામાં આવી છે એ પથુભાઈ બસીયા કોથળા પીઠા ગામનાં ઉપસરપંચ છે અને અયાના-ઑપેરા કંપનીનાં આ કૌભાંડમાં તેમની પણ મીલીભગત હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. સરપંચ ખૂદ કહે છે કે, તેમની પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવાયું નથી. તો શું ઉપસરપંચને આ મુદ્દા વિશે ખ્યાલ ન હોય? જમીનનાં સરવે નંબર બદલવામાં પણ પથુભાઈની ભૂમિકા અંગે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.