તમામ કાયદાકીય સેવાઓની સર્વિસ આપતું એકમાત્ર સેન્ટર
28 ડિસેમ્બરને રવિવારે અખંડ ભારત માતાની પૂજા સાથે પ્રારંભ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં વર્ષોથી રેવન્યુ પ્રેકટીસ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા અને રાજકીય રીતે ખૂબ જ સક્રિય એવા ડો.પરેશ ઠાકરની ટીમ દ્વારા 28 ડિસેમ્બર 2025, રવિવારે પેડક રોડ પર રણછોડનગર, બાલક હનુમાન મંદિરની સામે ક્રિસ્ટલ-3 બિલ્ડીંગના ફર્સ્ટ ફલોર પર સવારે 8 કલાકથી પટેલ એન્ડ ઠાકર એસોસિએટની નવી ઓફિસનો ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે. અખંડ ભારત માતાની પૂજા-અર્ચના સાથે થનારા આ શુભ આરંભમાં સમાજજીવનના અગ્રણીઓ, જાહેર જીવનના મોભીઓ, વિવિધ સંસ્થાઓના પ્રમુખો, જ્ઞાતિ આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ તથા વકીલ જગતના વરિષ્ઠો વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજકોટ શહેર દિવસેને દિવસે વિરાટ સ્વરૂપ ધારણ કરતું જાય છે, રાજકોટમાં બાંધકામ ક્ષેત્રે, જમીન ક્ષેત્રે કલ્પનાતિત હરણફાળ રાજકોટ ભરી રહ્યું છે. તેવા સમયે લેન્ડ રેવન્યુ કોડ આધારીત જેવી કે, જમીન માપણી, હકકપત્રકની નોંધો, હલાણના પ્રશ્ર્નો, માપણીના પ્રશ્ર્નો, શરતફેરના પ્રશ્ર્નો, બિનખેતી વિષયક, શરતભંગ, લેન્ડ ગ્રેબીંગ, વિવિધ કાયદા તળેના અપીલના કેસો, તેમજ નગર નિયોજક, ટાઉન પ્લાનીંગ, રાજકોટ મહાનગર પાલીકા અને રૂડા વિસ્તારમાં જુદા જુદા જમીન અને બાંધકામ ક્ષેત્રના પ્રશ્ર્નોનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે વકીલોની ટીમ ન્યાયિક કાર્યવાહી કરવા માટે પ્રતિબધ્ધ છે. સાથોસાથ રાજકોટ શહેરના રેવન્યુ અને જમીનના પ્રશ્ર્નોની અરજ અહેવાલ, અપીલો નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધીનું માર્ગદર્શન પણ એક જગ્યાએથી જ મળી રહે તે પ્રકારનું પટેલ એન્ડ ઠાકર એસોસીએટ એ આયોજન હાથ ધર્યું છે. વર્તમાન સમયમાં રાજકોટમાં જી.એસ.ટી., સી.જી.એસ.ટી. અને આઈ.જી.એસ.ટી.ના પ્રશ્ર્નો વ્યાપક પ્રમાણે ઉદભવી રહ્યા છે અને આ પ્રશ્ર્નોના કાયદાકીય નીચોડ માટે અને યોગ્ય અને ન્યાયીક માર્ગદર્શન મળી રહે તે માટે અલગથી જ જી.એસ.ટી.નો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં જમીન સાથે જોડાયેલા પરેશભાઈ રેવન્યુ પ્રેકટીસમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેમના અને તેમના સહયોગીઓ દ્વારા વિશેષ આમંત્રિત મહેમાનો, જ્ઞાતિરત્નો, સમાજ રત્નો અને રાજકોટ બાર એસોસીએશનના સિનિયર એડવોકેટ, જુદા જુદા એસોસીએશનના પ્રમુખ, કારોબારી સભ્યો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો અને જાહેર જીવનના જુદા જુદા પક્ષના મોભીઓની હાજરીમાં તથા તમામ વિશેષ આમંત્રિતોની પ્રેરણાદાયલક ઉપસ્થિતીમાં નવી ઓફીસનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે.
રેવન્યુથી લઈને હાઈકોર્ટ સુધીની તમામ કાનૂની સેવાઓ હવે એક જ છત નીચે મળી રહેશે
- Advertisement -
તજજ્ઞો-અનુભવી ટીમ સેવા આપશે
પટેલ એન્ડ ઠાકર એસોસીએટમાં રાજકોટના તત્કાલીન મામલતદાર અને પ્રજાલક્ષી અભિગમથી કિર્તીમાન થયેલા કે.એમ. કથીરીયા તથા આર. કે. ગોહેલ (એડવોકેટ), મણીકાંત સિન્હા (બી.એ., પી.જી.ડી.સી.એમ.), રાહુલભાઈ રામાણી (બી.ઈ.સિવીલ), પાર્શ્વ ઠાકર (એડવોકેટ) સહિતના તજજ્ઞો સેવા આપશે.
રાજકોટમાં જમીન સાથે જોડાયેલા ડૉ. પરેશ ઠાકર રેવન્યુ પ્રેક્ટિસમાં ખૂબ મોટું નામ ધરાવે છે
ડો. પરેશ ઠાકર, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી છે, તેઓએ એલ.એલ.બી., એલ.એલ.એમ. પી.એચ.ડી. અને ગોલ્ડ મેડલ સુધીની પદવીઓ હાંસલ કરી છે અને રાષ્ટ્રપતિ એવોર્ડ (સ્કાઉટ પ્રવૃતિ) પણ પ્રાપ્ત કર્યો છે. ઠાકર એસોસીએટના માધ્યમથી વકીલાત ક્ષેત્રે ખૂબ જ આદરપૂર્વક નામ લેવામાં આવે છે.
ડો.પરેશભાઈ રાજકોટના રેવન્યુ ક્ષેત્રના કાયદાના નિષ્ણાંત એવા આર.ડી. રૂપાપરા તથા આર.કે.શિયાણીના સાનિધયમાં જુનિયરશીપથી શરૂઆત કરી હતી. આમ રાજકોટમાં જમીન સાથે જોડાયેલા પરેશભાઈ રેવન્યુ પ્રેકટીસમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. હવે લોકોને કાયદાકીય પ્રશ્ર્નમાં પટેલ એન્ડ ઠાકર એસોસિએટ્સનો લાભ મળશે.



