ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશન, રાજકોટ દ્વારા આયોજિત તથા આર.સી.સી. બેંક દ્વારા પ્રાયોજિત તા. 26-06 થી 29-06 દરમ્યાન સ્વ. શેઠ જયંતિલાલ કુંડલીયા મેમોરીયલ (ચોથી) ઞ-14 તથા ઞ-17 ભાઈઓ-બહેનોની ઓપન રાજકોટ ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ માટે તા. 22-06 સુધીમાં એન્ટ્રી કરાવવાની રહેશે. U-14 ભાઈઓ અને બહેનો માટે જન્મ તા. 01-01-2012 થી તા.31-12-2013 વચ્ચે જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. ઞ-17 ભાઈઓ અને બહેનો માટે જન્મ તા. 01-01-2010 થી તા.31-12-2011 વચ્ચે
- Advertisement -
જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ ટુર્નામેન્ટમાંથી રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ ટીમનું સિલેકશન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુણુભાઈ ડેલાવાળા તથા પુરૂષોતમભાઈ પીપળીયાની આગેવાની હેઠળ એસોસિએશનના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે રોહીત બુંદેલા: મો. 94093 03494, અજય ભટ્ટ: મો. 98795 70994, અમૃતલાલ બહુરાશી: મો. 98250 57102નો સંપર્ક કરી શકાશે.