ફાયર અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
આગામી દિવસોમાં જન્માષ્ટમી તેમજ અનેક તહેવારો આવી રહેલ હોય ત્યારે સાવરકુંડલા તાલુકાના ફાયર વોટર બ્રાઉઝર બંધ જેવી હાલતમાં પડેલ હોય ત્યારે તહેવારોમાં કોઈ દુર્ઘટના બનશે તો તંત્ર દ્વારા આવી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા શું કરશે? અને થોડી ઘણી શિથિલતા પણ આગને કાબુમાં લેવા માટે જાનલેવા હોય શકે. ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તેને અંકુશમાં લેવા માટે તંત્ર શું કરશે? એવો અણિયાળો સવાલ લોકચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
- Advertisement -
સાવરકુંડલા શહેરમાં બે સ્થળોએ લોકમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં લોકમેદની મેળાનો આનંદ માણવા ઉમટી પડશે એ પણ સ્વાભાવિક છે . આવી પરિસ્થતીમાં કોઈ દુર્ઘટના બને તો આ ફાયર તંત્રની શિથિલતા ખરેખર લોકોને ફાયરથી સુરક્ષિત કરવા શું કરશે? એવો સવાલ પણ આમજનતાના મનમાં ઉપસ્થિત થઈ રહ્યો છે તાજેતરની રાજકોટ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનામાં અનેક ભૂલકાઓએ જાન ગુમાવી આવી દુર્ઘટનાઓ બને ત્યારે તંત્રની સુસજ્જતા કેવી હોવી જોઈએ? એ બાબત પણ તંત્ર દ્વારા ગંભીરતાથી વિચારવી જોઈએ. આવા લોકમેળામાંઓમાં તેમજ મોટી ભીડ થતી હોય ત્યાં કાગળો પર તો આ ફાયર વિભાગની એન.ઓ.સી.ઓ મળી રહે છે પણ ગ્રાઉન્ડ પર ખાસ ફાયર સેફટી હોતી નથી તો આ એન.ઓ.સી. કેવી રીતે મળતી હશે ? તેવો સવાલ પણ લોકચર્ચામાં ઉદ્ભવી રહ્યો છે. સાવરકુંડલાના બંને ફાયર જો બંધ જેવી હાલતમાં હોય તો પ્રશાસન દ્વારા આ લોકમેળામાં ફાયર માટે શું તૈયારી હશે? એ પણ વિચારવા જેવી બાબત છે.