સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ: 29 ભવનમાં 3143 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા
આજે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થશે: તારીખ 15 જૂનથી યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા 29 ભવનોમાં અનુસ્નાતક અને પીજી ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. 3 જૂન સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા 41 જેટલા કોર્સની સરકારી અને ખાનગીની કુલ 1504 ઇન્ટેક સીટ માટે 4086 જેટલી અરજીઓ આવી છે.
અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીનો સૌથી વધુ પ્રવાહ સાયન્સ ફેકલ્ટીમાં એમએસસી કેમિસ્ટ્રી, એમએસસી માઈક્રોબાયોલોજી તરફ વધુ જોવા મળ્યો છે. જ્યારે કોમર્સમાં એમ.કોમ વિથ એકાઉન્ટન્સીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે. જ્યારે પીજી ડિપ્લોમા કોર્સમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે જેમાં ડિપ્લોમા ઇન યોગા, ડિપ્લોમા ઇન ઈમ્પોર્ટ એક્સપોર્ટ, લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ સહિતના કોર્સમાં માત્ર સિંગલ ડિજિટમાં જ અરજીઓ આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા 29 ભવનોમાં કુલ ગવર્નમેન્ટ ઇન્ટેક 1103 છે જ્યારે ખાનગી સીટો 401 છે. કુલ 1504 સીટ સામે 4086 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે જેમાંથી 3143 વિદ્યાર્થીઓએ ફી પણ ભરી દીધી છે. 7 જૂન સુધીમાં ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવનાર છે અને આગામી તારીખ 15 જૂનથી યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ માટે સૌથી વધુ અરજી સાયન્સના ભવનોમાં આવી છે.
- Advertisement -
જેમાં એમએસસી બોટનીમાં 102, એમએસસી ઝુલોજીમાં 131, એમએસસી માઇક્રોબાયોલોજીમાં 409 અરજી આવી છે. આ ઉપરાંત આર્ટસના કોર્સમાં એમએ ઇકોનોમિક્સમાં 168, એમએડ્માં 167, એલએલએમમાં 156, એમએસસી મેથેમેટિક્સમાં 196, એમએસસી ફિઝિક્સમાં 172, એમએ સાયકોલોજીમાં 109 અને એમએ સોસીયોલોજીમાં 147 અરજી આવી છે.