રાજકોટ પોલીસે 6 માસમાં 3.49 કરોડની રોકડ, 403 મોબાઈલ પરત અપાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત દેશભરમાં સાયબર ગઠિયાઓ લોભામણી લાલચો લોકોને આપી તેના ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી રહ્યા છે આવા કિસ્સાઓમાં પૈસા જતાં અટકાવવા બેંક ખાતું ફ્રિજ કરવાની ફરજ પડતી હોવાથી લોકોને આર્થિક સંકળામણ ઊભી થતી હોય છે જેથી હવે આવા કિસ્સાઓમાં માત્ર ગુમાવેલી રકમ જ ફ્રીઝ કરવાનો નહીં કે બેંક ખાતું ફ્રિજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલએ માહિતી આપતા જણાવ્યું હતું કે એક તરફ લોકોએ પોતાના પૈસા ગુમાવ્યા હોય છે અને બીજી તરફ ખાતું પણ ફ્રીઝ થતું હોવાથી મધ્યમ વર્ગના લોકો મુંશીબતમાં મુકાઇ જતાં હોય છે ત્યારે લોકોને રાહત રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે છેલ્લા દોઢ વર્ષમાં કરેલી કામગીરી અંગે ગોહિલએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગત વર્ષે એટલે કે 2023માં ઓનલાઈન ફ્રોડની 7783 અરજીમાં 3,4,22,510 રૂપિયાની રકમ અરજદારોને પરત અપાવી હતી તેમજ 71,12,325 રૂપિયાના 562 મોબાઈલ પણ પરત અપાવ્યા હતા તેની સામે ચાલુ વર્ષ 2024માં છ મહિનામાં ઓનલાઈન ફ્રોડની અરજીમાં પણ વધારો થયો છે 7062 ફ્રોડની અરજીમાં પોલીસે 3,79,47,105 કરોડ રૂપિયાની માતબર રકમ પરત અપાવી છે તેમજ છ મહિનામાં 403 મોબાઈલ જેની કિમત 67.59.572 થતી હોય તે અરજદારોને પરત અપાવ્યા છે.