ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં સમગ્ર જિલ્લામાં ફરી એકવાર જૂનાગઢ તાલુકાની નાનકડી માધ્યમિક શાળા કાથરોટાએ ડંકો વગાડ્યો છે. જેમાં વિભાગ 5 માં શાળાનો પ્રોજેક્ટ, ડિજીટલ ઓનલાઇન હાજરી અને ઓટોમેટીક સિક્યુરિટીને શ્રેષ્ઠ પ્રોજેક્ટ તરીકે પસંદ થયો છે ત્યારે આ પ્રોજેક્ટને ખુબ સુંદર રીતે રજૂ કરવામાં શાળાના બાળ વૈજ્ઞાનિક ગજેરા ભાર્ગવ જગદીશભાઈ અને સૂરવિલા રાજ ભાવેશભાઈ તેમજ તેને તૈયાર કરવામાં માર્ગદર્શક ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ગણિત વિજ્ઞાન શિક્ષક બલદેવપરી મહેનત ભરી કામગીરી કરી હતી. શાળાના પ્રોજેક્ટને તૈયાર કરી ઝોન કક્ષાએ લઈ જવામાં શાળાના બળકોને અને શિક્ષકને, આચાર્યશ્રી, તથા કાથરોટા કેળવણી મંડળ અને શાળા પરિવારના સૌ સભ્યોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રોજેકટ હવે અમરેલીના લીલીયા મુકામે આગામી દિવસોમાં ભાગ લેશે અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ગઈજઈ તેમજ જીસીઆરટી ગાંધીનગર અને બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાજ્ય લેવલે એ બે વિદ્યાર્થિની ડાવરિયા યોગી અને ડાવરિયા આયુષી ભાગ લીધો હતો. આ ઉપરાંત આ શિક્ષક દ્વારા ઈનોવેશન ફેરમાં પણ ઝોન લેવલે ભાગ લેવા આગામી દિવસોમાં જામનગરના ધ્રોલ મુકામે જશે આમ શાળાના બે જુદા જુદા પ્રોજેક્ટ સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર જિલ્લાની શાળા હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને આ શાળાની ત્રેવડી સિધ્ધિ મેળવી ગૌરવ મેળવનારી જિલ્લાની એક માત્ર શાળા બની.