હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાતા હજારો વિદ્યાર્થીઓને તેની અસર થશે.
હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે. કારણ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત 12 પાસ બદલીને સ્નાતક કક્ષાની કરી દેવાઇ છે.
- Advertisement -
તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવાશે
અત્રે નોંધનીય છે કે, હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે. જોકે તલાટીની તમામ પોસ્ટ ભરાઈ ગઈ હોવાના કારણે હાલમાં નજીકના ભવિષ્યમાં પરીક્ષાની કોઈ પણ જાતની શક્યતા દેખાતી નથી.
- Advertisement -
તાજેતરમાં જ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી તથા જૂનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.