ખાસ-ખબરના અહેવાલનો પડઘો
જોખમી રસ્તા પરથી હવે નાના વાહનો યુ ટર્ન મારી શકશે નહીં
- Advertisement -
ખાસ-ખબરે થોડા સમય પહેલા તેના રિયાલિટી ચેકમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ખાસ ખબરના ધ્યાને આવ્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડી થી આજીડેમ ચોકડી વચ્ચે અકસ્માત થવાનો ભય છે. આ રસ્તો મુખ્ય હાઇવે છે, જ્યાં નાના મોટા અનેક વાહનો 24 કલાક પસાર થતા રહે છે. રોડની વચ્ચે આવેલી રેલિંગને અનેક જગ્યાએથી લોકો દ્વારા તોડી દેવાઈ છે, જેથી નાના વાહનો ત્યાંથી યુ ટર્ન મારે છે. જે જોખમ ભર્યું જણાય રહ્યું છે. આ પ્રકારના અહેવાલને તંત્ર દ્વારા ધ્યાને લેવાયો છે અને તાત્કાલિ અસરથી કાર્યવાહી પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તૂટેલા ડિવાઈડર પર આડસ મૂકી દેવામાં આવી છે. જેથી હવે કોઈ વાહન ચાલક આ જગ્યાએથી યુ ટર્ન મારી શકશે નહીં. તંત્ર દ્વારા લેવાયેલું સલામતીનું પગલું ખરેખર વખાણવા લાયક છે. તેમજ ખાસ ખબર પણ તંત્રએ કરેલા કાર્યની સરાહના કરે છે.