વિદેશી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ: કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડાં આયાત, સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળી સહિતના તહેવારો નિમિત્તે સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલ આદેશમાં પ્રતિબંધિત ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સંદર્ભમાં આપવામાં આવેલ સુચનાઓની અમલવારી કરવા હુકમ કરવામાં આવેલ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફટાકડા ફોડવા બાબતે આપેલા દિશા નિર્દેશો અને ફટાકડા ફોડવાના કારણે આગ, અકસ્માતના કે અન્ય કોઈ દુર્ઘટના ન બને તેમજ જાહેર જનતાની સલામતી માટે રાજકોટ શહેર વિસ્તારમાં ખરીદ, વેચાણ અને ફટાકડા ફોડવા અંગે તેમજ 9-11-2020 ના રોજ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ફટાકડાના વેચાણ/ફોડવા બાબતે પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં તે બાબતે દિશા નિર્દેશો આપવામાં આવેલ છે. જે ધ્યાને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા રાજકોટ શહેરમાં વિવિધ નિયંત્રણો મુક્યા છે. દિવાળી – દેવ દિવાળી તથા અન્ય તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રે 8 કલાકથી 10 કલાક સુધી ફોડી શકાશે.
સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે, ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધીત ઘોષીત થયેલ છે. જેથી, કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત, સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહી. તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. દિવાળી – દેવ દિવાળી તથા અન્ય તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રે 8 કલાકથી 10 કલાક સુધી ફોડી શકાશે.
રાજકોટ શહેર કોર્ટ કચેરી, હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, એરપોર્ટની નજીક 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઇનીઝ તુક્કલ, આતશબાજી બલૂન)નું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહી. શહેરના બજારો, શેરીઓ, જાહેરરસ્તાઓ, ધાર્મિક સ્થળો, પેટ્રોલપંપ, સી.એન.જી.પંપ, એલ.પી.જી., બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે.