રાજકોટ મહાનગરપાલિકા હસ્તક આવેલ સિટીબસની સુવિધામાં વધારો કરવા સંદર્ભ મ્યુનિ.કમિશનરને રજુઆત કરતા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહએ જણાવેલ છે કે, ગુજરાત રાજ્યના લોક લાડીલા અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના અભીગમ સાથે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પણ શહેરીજનોને જુદા જુદા પ્રશ્નો સંદર્ભ સતત પ્રયત્નશીલ છે. જે સંદર્ભ ડે.મેયરએ વધુમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા હસ્તક BRTS તથા RMTS સિટીબસ આવેલ છે. રાજકોટ શહેરના શહેરીજનો સિટીબસનો પરિવહનમાં લાભ લે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે RMTS તથા BRTSની બસ કાર્યરત છે.
રાજકોટ શહેર આજે વિકાસની હરણફાળ ભરી રહેલ છે અને ભારત જ નહિ પરંતુ વિશ્વના નકશામાં રાજકોટ શહેર આગવું સ્થાન ધરાવે છે. ત્યારે ડીજીટલ યુગમાં સિટીબસના પ્રવાસીઓને પણ વધુ સારી સુવિધા આપવી જરૂરી છે. જે ધ્યાને લઇ, આ સિટીબસનો લાભ લેતા પ્રવાસીઓ માટે ટીકીટની વ્યવસ્થામાં ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવી જરૂરી છે. જે તે પ્રવાસી પોતાના મોબાઈલમાં જ ટીકીટ બુક કરી શકે અને પ્રવાસ દરમિયાન પોતાની ટીકીટ મોબાઈલમાં જ બતાવી શકે જેથી કામગીરી પણ પેપરલેસ થઇ શકે. જે માટે આ સિસ્ટમ લાગુ કરવી જરૂરી છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોમાં રહેતા લોકોને પણ વધુ સારી સિટીબસની સુવિધા મળી રહે તે ધ્યાને લઇ, જે તે લાગુ વિસ્તારોમાં રહેતા લોકોને હાલની બસ જે ચાલુ છે તેમાં કનેક્ટીવીટી આપવી અથવા જરૂર જણાયે નવી બસો શરૂ કરવી પણ જરૂરી છે જેથી બહોળી સંખ્યામાં આ વિસ્તારમાં રહેલા લોકોને વધુ સારો સીટીબસની સુવિધાનો લાભ મળી રહે.
- Advertisement -
તેમજ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહએ વધુમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કન્સેશન પાસ વિદ્યાર્થીઓને, દિવ્યાંગોને તથા સીનીયર સિટીઝનને આપવામાં આવે છે તેમજ જનરલ માટે ૧ માસ માટે ફક્ત રૂ.૫૫૦/-માં એક વ્યક્તિ ગમે તેટલી વાર ગમે ત્યાં મુસાફરી કરી શકશે તેમજ આ યોજનામાં ૦૧ માસ ઉપરાંત ૦૩ માસ માટે રૂ.૧૬૦૦/-, ૦૬ માસ માટે રૂ.૩૦૦૦/- અને ૦૧ વર્ષ માટે રૂ.૫૫૦૦/-ની પણ યોજના અમલમાં હોઈ તેમજ એક વ્યક્તિ એક દિવસ માટે રૂ.૨૫/-ની ટીકીટ ખરીદી આખો દિવસ સીટીબસની સેવાનો લાભ લઇ શકે છે.
શહેરીજનોને આ સીટીબસની યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તેમજ રાજકોટ શહેરમાં રહેતા શહેરીજનોને રાજકોટ શહેરમાં આવેલ જુદા જુદા જોવાલાયક સ્થળોની સુવિધા મળી રહે તે ધ્યાને લઇ, કોઈ સ્કુલના વિદ્યાર્થીઓ અથવા કોઈ સંસ્થા અથવા કોઈ લોકોના જૂથ દ્વારા રાજકોટ દર્શન કરવા માંગતા હોઈ, તે માટેની પણ સુવિધારૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટીબસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને જે ખુબ વ્યાજબીદરે સુવિધા મળી રહેશે. તેમજ શહેરમાં જોવાલાયક સ્થળોની જાણકારી પણ મળી રહેશે. આ સેવાનો લાભ લેવા પણ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહએ શહેરીજનોને અપીલ કરેલ છે.


