જોકે બાગાયતી પાકોના કુલ ઉત્પાદનમાં ઘટ નહિં આવે
કોબી, ફલાવર, દુધી અને ટમેટાનું ઉત્પાદન વધવાની સંભાવના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ 2023-24 માં ડુંગળી અને બટેટાનું ઉત્પાદન ગત વર્ષથી ઓછુ થઈ શકે છે.મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર, અને બંગાળમાં ઉત્પાદનમાં ઘટની અસર કુલ ઉત્પાદન પર પડશે. કૃષિ મંત્રાલયે વર્ષ 2023-24 માટે પોતાના પહેલા આગોતરા અનુમાનમાં આ જાણકારી આપી હતી. મંત્રાલયનાં અનુસાર બટેટા-ડુંગળીનું ઉત્પાદન ઘટવા છતાં બાગબાની પાકનાં કુલ ઉત્પાદનમાં ઘટ નહીં રહે.
મંત્રાલયના અનુમાન મુજબ બાગબાની પાકોનું કુલ ઉત્પાદન 35 કરોડ 33 લાખ ટન થવાનું અનુમાન છે.મંત્રાલયે 2022-23 માટે અંતિમ અનુમાન પણ જાહેર કર્યું છે. જે મુજબ 2022-23 માં બાગબાની પાકોનું ઉત્પાદન 35.55 કરોડ ટન થવાનું અનુમાન છે.મંત્રાલયે જણાવ્યું હતું કે 2023-24 માં ડૂંગળીનું ઉત્પાદન ગત વર્ષનાં લગભગ 302 લાખ 8 હજાર ટનની તુલનામાં લગભગ 254 લાખ 73 હજાર ટન થવાની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટનની ઘટની અસર કુલ ઉત્પાદનમાં જોવા મળશે આજ રીતે 2023-24 માં બટેટાનું ઉત્પાદન લગભગ 589 લાખ 94 હજાર ટન થવાની આશા છે. ગત વર્ષ આ લગભગ 601 લાખ 42 હજાર ટન હતું. બંગાળમાં ગત વર્ષની તુલનામાં ઊત્પાદન ઘટવાની અસર પડી છે. શાકભાજીઓનું ઉત્પાદન લગભગ 20 કરોડ 94 લાખ ટન થવાનું અનુમાન છે.
કોબી, ફલાવર, દુધી અને ટમેટાનું ઉત્પાદન વધવાની સંભાવના છે. ટમેટાનું ઉત્પાદન ગત વર્ષની તુલનામાં લગભગ 208 લાખ 19 ટન થવાની આશા છે. આ રીતે તેમાં લગભગ 1.9 ટકાનો વધારો થશે. ફળોનું ઉત્પાદન 11 કરોડ 21 લાખ ટન થવાનું અનુમાન છે.મુખ્યત્વે કેળા,સંતરા, અને કેરીનું ઉત્પાદન વધુ વધશે.