ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક હરી ઓમ પાર્ક પાછળ તાલુકા પોલીસે દરોડો પાડીને બાવળની વાડમાં છૂપાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસે ઘૂંટુ ગામની સીમમાં હરીઓમ પાર્ક પાછળ બાવળની વાડમાં છુપાવેલ રૂ. 31,500 ની કિંમતની વિદેશી દારૂની 84 બોટલ સાથે ચિરાગ સંજયભાઇ જાદવને ઝડપી પાડીને પ્રોહિબિશન એકટ અન્વયે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.