ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે માધાપર ચોક નજીકથી ટ્રકમાંથી 94,800 કિંમતની 804 નંગ વિદેશી દારૂ બોટલ તેમજ ટ્રક સહિત કુલ 9 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રકચાલક શેરારામ ઓમપ્રકાશ કુંભારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
પોલીસ પૂછપરછમાં વધુ એક આરોપી મુકેશ પરિહરાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.