‘મારાથી મજબૂત ખકઅ મળે ત્યારે તેને ચૂંટીને બેસાડજો’ વીરપુરની જાહેરસભામાં ધારાસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત સભાઓ ગજાવી રહી છે અને સતત ગેરન્ટી આપી રહી છે. આ દરમિયાન વીરપુર ખાતે યોજાયેલી જાહેરસભામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ અઅઙ પર આરોપ લગાડતાં કહ્યું હતું કે ’હજુ સત્તામાં નથી ત્યાં ઉદ્યોગપતિઓ પાસે ખંડણીઓ માગે છે.’ આ ઉપરાંત તેમણે ધારાસભાની ચૂંટણી લડવાના સંકેત આપતાં જણાવ્યું હતું કે મારાથી મજબૂત ખકઅ મળે ત્યારે તેને ચૂંટીને બેસાડજો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર તાલુકાના વીરપુર ગામે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકની વાર્ષિક સાધારણ સભા ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને બુધવારે યોજાઈ હતી, જેમાં જયેશ રાદડિયાએ અઅઙ પર આકાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે બે મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે, એટલે હમણાં નવા સાવેણાવાળા નીકળ્યા છે. પહેલાં ન હતા, હવે આવ્યા, ચૂંટણી પછી કોઈ દેખાતું નથી. 5 વર્ષમાં કોઈ દેખાતું નથી અને અઅઙ વાળા તો ગેરન્ટી કાર્ડ આપે છે, પણ તમે અઅઙની ગેરન્ટી ક્યાં લેવા જશો ? અમે અહીં બેઠા છીએ તો અમારા આગેવાનો અમારી ગેરન્ટી છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ નેતૃત્વ અંગે કહ્યું હતં કે અમે પરિવારનો સંબંધ નિભાવવાના પ્રયાસ કર્યા છે.
- Advertisement -
2017ની ચૂંટણી મારા માટે અઘરી હતી. વિઠ્ઠલભાઈ બીમાર હતા. મારા માટે અનેક મુશ્કેલી અહીં કામ કરતી હતી. આવા કેટલાય પ્રયત્નો કરતા હતા. 2017 મને જેતપુર જામકંડોરણાએ 25 હજારની લીડ આપી છે, ત્યારે હવે ભાજપને જિતાડવાની જવબદારી તમારી છે.
મારાથી સારું નેતૃત્વ મળે ત્યારે નીચે બેસવાની તૈયારી
રાદડિયાએ કહ્યું હતું કે ભાજપ કે કોંગ્રેસે ખંડણી માટે ફોન કર્યો એવું બન્યું નથી. અઅઙમાં એવી ટોળી ભેગી થઈ છે, જે કારખાનેદારને ફોન કરીને તેની પાસેથી રૂ.10 લાખની માગણી કરે છે. હજી સત્તા શું છે એ જોયું નથી અને ખંડણીના ફોન કરે છે. તો સત્તામાં આવી જાય તો આપણી સુરક્ષાનું શું ? ધારાસભ્ય અને નેતા તમારો મજબૂત હોવો જોઈએ, મારાથી મજબૂત ધારાસભ્ય મળે ત્યારે તેને ચૂંટીને બેસાડજો અને હું પણ તેને સ્વીકારીશ અને તમારી સાથે નીચે બેસીશ. ત્યારે કહીશ બીજાને તક આપો, મારે ચૂંટણી નથી લડવી.