નીરજ ચોપરાએ ધમાકેદાર વાપસી કરી છે. લૂસાને ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીતીને નિરજે ઇતિહાસ રચી દીધો છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લિટ છે.
જ્વેલીન થ્રોમાં ભારતને ઓપલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનાર એથ્લિટ નીરજ ચોપરાએ ધમાકેદાર વાપસી કરી છે. નિરજે શુક્રવારે લૂસાને ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીતી લીધું છે.
- Advertisement -
નિરજ ચોપરા લૂસાને ડાયમંડ લીગ ખિતાબ જિતનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ ખિતાબ જીતવા સાથે નિરજે સાત અને આઠ સપ્ટેમ્બરે જ્યુરીખમાં રોજાવા જનાર ડાયમંડ લીગ ફાઇનલ્સમાં પણ એન્ટ્રી મેળવી લીધી છે.
Tokyo Olympics gold medallist Neeraj Chopra becomes the first Indian to clinch the Lausanne Diamond League with a best throw of 89.08m.
(File photo) pic.twitter.com/tNX3HA1Zvk
- Advertisement -
— ANI (@ANI) August 27, 2022
એક તીર ત્રણ નિશાન
1) ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીત્યું
2) જ્યુરીખમાં યોજાવા જનાર ડાયમંડ લીગ ફાઇનલ્સમાં પણ એન્ટ્રી મેળવી
3) બુડાપેસ્ટમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ-2023 માટે કર્યું ક્વોલિફાય
હરિયાણાના પાનીપતનાં રહેવાસી નીરજ ચોપરાએ અગાઉ ભારતને અનેક મેડલ્સ અને ખિતાબ અપવાવ્યાં છે. આમાં ઓલિમ્પિક ગોલ્ડનો પણ સમાવેશ થાય છે.