અમરેલી LCB ટીમનો સપાટો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી એસપી સંજય ખરાતની સુચનાથી અમરેલી એલ.સી.બી. પોલીસ પીઆઇ વી.એમ. કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અમરેલી તાલુકાના વરસડા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. અને તે દરમિયાન એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ:- 1294 તથા બિયર ટીન નંગ 470 કુલ નંગ 1764 રૂપિયા રૂ.2,05,822 ના મુદ્દામાલ સાથે રઘુવીર ભાભલુભાઇ ધાંધલ ઉ.વ.26 રહે.વરસડાને પકડી પાડયો હતો. અન્ય ત્રણ ફરાર ઇસમ પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરીમા એલસીબી પીઆઇ વી.એમ. કોલાદરા તથા પો.સબ ઇન્સ. એમ.ડી.ગોહિલ, એ.એસ.આઈ. કનાભાઇ સાંખટ, રાહુલભાઈ ચાવડા, હેડ કોન્સ. મહેશભાઇ મુંઘવા, હરેશભાઈ કુંવારદાસ, અશોકભાઇ કલસરીયા દ્વારા કરવામાં આવેલ છે.