ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વધતાં જતાં હાર્ટએટેકના બનાવો વચ્ચે વધુ એક વૃધ્ધનું હ્રદય બંધ થઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
શહેરના ગોંડલ રોડ પર વાવડી ગામમાં આવેલા ગૌતમબુધ્ધનગરમાં રહેતાં 64 વર્ષીય દેશળભાઇ મેઘાભાઇ રાઠોડ નામના વૃધ્ધ ગત સાંજે ઘરે હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. પરંતુ અંહી ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં દેસળભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેન હોવાનું અને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે હોવાનું જાણવા મળ્યું છે મોભીના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ ફેઇલ થઈ ગયું
