રાજકોટની સિવિલમાં આજે 500 લીટરની ક્ષમતાવાળા બે ઓક્સિજન પ્લાન્ટ વડોદરાથી રવાના
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ દર્દીઓને મળી રહે તે માટે એકશન પ્લાન તંત્ર દ્વારા ઘડવામાં આવી રહ્યો છે જે અંતર્ગત સિવિલમાં અનેક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. બેડની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે તેવું પરિમલ પંડયાએ જણાવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતાં પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે આજરોજ ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે 500 લીટરનો એક ઓક્સિજન પ્લાન્ટ એરમોક્સ કંપની દ્વારા નાખવામાં આવ્યો છે જે આશરે 50 બેડની ક્ષમતા ધરાવતો છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર રેમ્યા મોહન, એડિશનલ કલેકટર પરિમલ પંડ્યા, કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા અને દાતાઓ સહિત હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.
આ ઉપરાંત આજરોજ રાજકોટની સિવિલ માટે 500 લીટરની ક્ષમતાવાળા વધુ બે ઓક્સિજન પ્લાન્ટ વડોદરાથી રવાના કરવામાં આવ્યા છે તેમજ વધુ પેલીકન કંપની દ્વારા પણ બે 300 લીટરના પ્લાન્ટ સિવિલમાં, 2000ના બે પ્લાન્ટ સી. એમ. સહિતના અધિકારીઓની ગ્રાન્ટમાંથી મંજૂર થયા હતા તેવા બે પ્લાન્ટ સ્થપાશે. ઉપરાંત રશીયાથી આવતા ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયમાં રાજકોટની સિવિલ ખાતે સ્થાપવામાં આવશે આમ મહિનાના અંત સુધીમાં વિવિધ જગ્યાએથી ફાળવવામાં આવતા ઓક્સિજન પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ સાથે કલેકટર તંત્ર પાસે 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે જેમાંથી 30 જેટલા રૂરલમાં ફાળવવામાં આવ્યા છે.
- Advertisement -



