હોસ્પિટલોના બેડશીટ-તકિયા કવર ખાદીના
1લી જૂનથી જારી કરાયેલી માર્ગદર્શિકા, તબીબો-નર્સના ડ્રેસ પણ ખાદીના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખાદીનું ચલણ વધારવા માટે કેન્દ્ર સરકાર વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવા જઇ રહી છે જે અંતર્ગત આવતા દિવસોમાં હવે સરકારી હોસ્પીટલોના તબીબોના કોટ ઉપરાંત ગાદલાના ઓછાડ, ઓશિકાના કવર તથા બારીના પડદાદ પણ ખાદીના જ હશે. નેશનલ મેડીકલ કમીશનના અંડર ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.તેમાં ખાદી અને ગ્રામ વિકાસ પંથ સાથે સંકળાયેલા ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કાદી તથા અન્ય ચીજોનો ઉપયોગ કરવાનું સુચવાયું છે.તબીબી કોલેજો તથા હોસ્પીટલોનું નિયમન આ સરકારી એજન્સી કરે છે. 1લી જૂને જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એમ કહેવામાં આવ્યું છે કે ગ્રામ્યસ્તરે રોજગારી વધારવા તથા ગ્રામ્ય સમાજને મજબૂત-આત્મનિર્ભર બનાવવા માટે હોસ્પીટલો, આરોગ્ય કેન્દ્રો, તબીબી સંસ્થાઓમાં ખાદીની પ્રોડક્ટનો ઉપયોગ કરવા તમામ તબીબો-કોલેજો તથા મેનેજમેન્ટને સુચના આપવામાં આવી છે.