નવા પ્રતિબંધમાં ચીની એપ્સ પણ સામેલ, દેશની સુરક્ષાને ખતરાનો હવાલો આપીને પ્રતિબંધ લગાવ્યો
- સરકારે 2020 બાદ 270 એપ્સ બૅન કરી દીધી હતી
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારે વધું 54 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવા પ્રતિબંધમાં ચીની એપ્સ પણ શામેલ છે. આ પ્રતિબંધ ભારતની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડિતતાના ખતરાનો હવાલો આપીને પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. નવા પ્રતિબંધમાં પ્રથમ પ્રતિબંધિત એપ્સ પણ શામેલ છે. પણ ક્લોન તરીકે ફરથી સામે આવ્યા છે. 2020 બાદ કુલ 270 એપ્સ પર પ્રતિબંધ લગાવામા આવ્યા બાદ 2022માં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામા આવેલા એપ્સનો આ પ્રથમ લોટ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વધું 50 એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આઈટી કાનૂની કલમ 69એ અંતર્ગત આ એપ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગરેના ફ્રી ફાયર નામની એક લોકપ્રિય સ્માર્ટફોન ગેમ પહેલા ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરમાંથી ગાયબ થઈ ગઈ હતી અને એવું લાગે છે કે, આ ગેમ ભારતમાં પ્રતિબંધિત એપ્સની યાદીમાં જોડાઈ ગઈ છે.
જો કે, રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટા ભાગના એપ્સના ક્લોન શામેલ છે. જે 2020થી ભારતમાં પહેલાથી પ્રતિબંધિત હતા. 50 અન્ય પ્રતિબંધિત એપ્સ સાથે કુલ એપ્સની યાદી જે ભારત દ્વારા પ્રતિબંધિત છે, 320ની નજીક પહોંચી ગઈ છે.
- Advertisement -
વર્ષ 2020માં સૌથી પહેલા 59 એપ થયા હતા બૅન
વર્ષ 2020માં લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચેના તણાવ ચરમ પર હતો, ત્યારે સૌથી પહેલા ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ પર બૈન લગાવી દીધો હતો. ભારતે ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેર ઈટ, હેલો, લાઈકી, વી ચૈટ, બ્યૂટી પ્લસ જેવા લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર બાદ સરાકરે 47 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાંથી મોટા ભાગના યા તો પ્રતિબંધિત એપ્સના ક્લોન હતા અથવા તે તેને ભળતાં હતાં. ત્યાર બાદ સપ્ટેમ્બર 2022માં ભારતે 118 અન્ય મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ પબજી પણ શામેલ હતી. પબજી ઉપરાંત લિવિક, વીચૈટ વર્ક, વીચૈટ રીડિંગ, કૈરમ ફ્રેંડ્સ, કૈમકાર્ડ જેવા એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.



