ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. 10/07/2023 થી તા. 06/08/2023 દરમ્યાન રાજકોટ શહેરના યુનીવર્સીટી મે.રોડ, મુંજકા ગામ મેઇન રોડ, 150 ફૂટ રીંગરોડ, મોદી સ્કૂલ રેવન્યુ સોસાયટી મેઇન રોડ, કણકોટ પાટીયા પાસે તથા આજુબાજુમાંથી 24 (ચોવીસ) પશુઓ, અંબિકા ટાઉનશીપ, મવડી મેઇન રોડ, મોકાજી સર્કલ, સ્પીડ્વેલ પાર્ટી પ્લોટ, મોટા મૌવા, નવો રીંગ રોડ, જયરાજ પાર્ક, મટુકી હોટેલ વાળી શેરી, કાલાવાડ રોડ તાલુકા પોલિસ સ્ટેશન સામે તથા આજુબાજુમાંથી 23 (ત્રેવીસ) પશુઓ, કેવડાવાડી, લક્ષ્મીવાડી, કોઠારીયા રોડ, આનંદનગર, ગાયત્રી નગર મહાદેવ મંદિર પાસે, જ્યુબેલી શાક માર્કેટ, સોરઠીયાવાડી સર્કલ તથા આજુબાજુમાંથી 24(ચોવીસ) પશુઓ, રત્નદીપ સોસાયટી, ત્રીવેણી ગેઇટ, ભગવતીપરા મેઇન રોડ, ગીરીરાજ મેઇન રોડ, ન્યુ શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી 54 (ચોપ્પન) પશુઓ, નંદાહોલ, હરીધવા રોડ તથા આજુબાજુમાંથી 18 (અઢાર) પશુઓ, બ્રહ્માણીહોલ, કોઠારીયા રોડ, રણુજા મંદિર સામે રામ રણુજા સોસાયટી, નાળોદાનગર, ગણેશનગર મેઇન રોડ, સોલવન્ટ મેઇન રોડ, ગોકુલપાર્ક તથા આજુબાજુમાંથી 45 (પીસ્તાલીસ) પશુઓ શાસ્ત્રી મેદાન તથા આજુબાજુમાંથી 59 (ઓગણ સાંઇઠ) પશુઓ, બજરંગવાડી મેઇન રોડ, પુનિતનગર-2, રેલનગર અંડર બ્રીજ, અક્ષરનગર, મહાવીરનગર, સંતોષીનગર, સુભાષચંદ્ર ટાઉનશીપ તથા આજુબાજુમાંથી 68 (અડસઠ) પશુઓ, નવાગામ રોડ, કુવાડવા રોડ, મેંગો માર્કેટ બી.ડીવીઝન પાસેથી તથા આજુબાજુમાંથી 46 (છેતાલીસ) પશુઓ., પુનિતનગર, પાણીના ટાંકા પાસે તથા આજુબાજુમાંથી 22 (બાવીસ) પશુઓ, અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 758 પશુઓ પકડવામાં આવેલ છે.