ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.29
રાજુલા પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમા કોસ્ટગાર્ડ જવાન વામસીક્રિષ્ના અકુલા ઉ.વ. અંદાજે 30 વર્ષનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. અન્ય બે લોકોને નાના-મોટી ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. આ ધટના પગલે પીપાવાવ મરીન પોલીસ ધટના સ્થળે પહોંચી કેવી રીતે અકસ્માત સર્જાયો તેને લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ભેરાઇ ચોકડી નજીક નેશનલ હાઇવેના બ્રીજની કામગીરી શરૂ હોવાથી એક જ સાઇડ વાહનોની અવરજવર માટે માર્ગ ખુલ્લો હોવાને કારણે અક્સ્માત સર્જાય રહ્યા છે. અગાઉ પણ અકસ્માતની ઘટનાં બનવા પામી હતી. ત્યારે નેશનલ ઓથોરિટી દ્વારા વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બે બાઇક વરચે અકસ્માત સર્જાતા એકનું મોત અન્ય બે ઇજાગ્રસ્ત
