ભારતીયોના તન મજબુત થઈ રહ્યા છે પણ મન નબળા પુરવાર થઈ રહ્યા છે
વિશ્ર્વમાં આત્મહત્યા કે માર્ગ અકસ્માત કે અચાનક મૃત્યુના ટોપ-10 કારણોમાં નથી પરંતુ ભારતમાં આત્મહત્યા અને માર્ગ અકસ્માત બન્ને તે 15થી 29 વર્ષના યુવા ભારતીયોના મૃત્યુમાં સૌથી મોટું કારણ
- Advertisement -
હૃદયરોગથી થતા મૃત્યુ ત્રીજા ક્રમે પરંતુ આ ટ્રેન્ડ પણ વધી રહ્યો છે: 9.6 ટકા પુરુષો અને 10 ટકા મહિલાઓના હાર્ટ અચાનક જ થંભી ગયા હોવાનું અભ્યાસમાં તારણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શેરબજારની એકધારી મંદીથી સ્યુસાઈડ હેલ્પલાઈનમાં કોલ વધ્યા.. થોડા સમય પહેલા આ સમાચાર હેડલાઈન બન્યા હતા અને ભારતમાં પણ તે વાસ્તવિકતા હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા બે દશકામાં દેશમાં યુવા વર્ગ કે જે જનરેશન નેકસ્ટ તરીકે ઓળખાય છે તેમાં મૃત્યુના પ્રમાણમાં આત્મહત્યાએ પ્રથમ સ્થાન લીધુ છે. વિશ્વભરમાં જોકે અલગ ટ્રેન્ડ રહ્યો છે. દુનિયામાં તમામ ઉમરના લોકોના મૃત્યુમાં આત્મહત્યા તે ટોપ ટેનમાં નથી પરંતુ તેના બદલે હદય સબંધી સમસ્યાઓ ઉપરાંત શ્વાસને લગતી બીમારીઓ અને કેન્સર એ ટોચના ત્રણ કારણો છે કે જેના કારણે મૃત્યુ વધ્યા છે પરંતુ હાલમાં જ પ્રસિધ્ધ થયેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રીપોર્ટ મુજબ ભારતમાં 15થી 29 વર્ષના વયના લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ એ મૃત્યુનું સૌથી વધુ કારણ બન્યું છે. બીજા કારણમાં માર્ગ અકસ્માત છે અને તેથી જ તે દેશમાં ચીંતા સર્જે છે. 15થી 29 વર્ષની વયના ભારતીયોમાં દર છમાંથી એક વ્યકિત કોઈને કોઈ, કારણોસર આત્મહત્યા કરે છે અને તે સૌથી એ સામાન્ય સ્થિતિ ગણવામાં આવે છે. જયારે તે સૌથી વધુ ચીંતા હોવી જોઈએ. 2020થી 22ના થયેલા અભ્યાસ મુજબ દેશમાં 15થી 29 ની વય જુથમાં આત્મહત્યા કરનારમાં 16.3 ટકા પુરૂષો અને 18.2 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
આમ એકંદરે 17.1 ટકા લોકોએ આ પ્રકારે પોતાના જીવન પોતાના જ હાથે ગુમાવ્યા છે. જોકે 2010થી 2013ના સમય ગાળા કરતા આ પ્રકારે આત્મહત્યાનું પ્રમાણ ઘટયું છે પરંતુ માનવામાં આવે છે કે વધતી વસ્તી એ ટકાવારી પર ફેર પાડયો છે. 2010થી 2013માં 21.8 ટકા મહિલાઓએ અને 15 ટકા પુરૂષોએ આ પ્રકારે આત્મહત્યા કરી હતી.
જેમાં હવે પાંચ ટકા જેવો ઘટાડો થયો છે. મૃત્યુના બીજા કારણોમાં માર્ગ અકસ્માતનો ક્રમ આગળ છે જેમાં કોઈને કોઈ પ્રકારે થતા આ પ્રકારના માર્ગ અકસ્માતમાં 15થી 29 વર્ષની વયજુથના 15.6 ટકા લોકોએ જીવન ગુમાવ્યા હતા તેમાં પુરૂષોનું પ્રમાણ 22.2 ટકા અને મહિલાઓનું પ્રમાણ 5.6 ટકા રહ્યું છે ભારતમાં હાલતમાં જ હદયરોગ સંબંધી બીમારીઓ ચોકકસપણે ચીંતા વધારી છે. ખાસ કરીને યુવા વર્ગમાં હદય થંભી જવા એટલે કે કાર્ડીયાક એરેસ્ટમાં મૃત્યુ એ કોરોના કાળ પછી વધ્યા છે. ભારતમાં આ પ્રમાણ 15થી 29 વર્ષની વયમાં 9.8 ટકાનું છે.
જયારે અકસ્માત સીવાયની ઈજામાં મૃત્યુ પામનારનું પ્રમાણ 8.7 ટકા છે. શરીરના રોગો પણ હવે વધુ અસર કરવા લાગ્યા છે અને આરોગ્ય સંબંધી ચીંતાઓમાં પેટની બીમારીઓના કારણે 6.4 ટકા યુવા વર્ગ એટલે કે 15થી 29 વર્ષના લોકો મૃત્યુ પામી રહ્યા છે. કેન્સર એ ભારતમાં ઝડપથી પ્રસરી રહ્યું છે જેમાં 3.8 ટકા મૃત્યુનું કારણ બન્યું છે જયારે ટીબી પણ હજુ જીવલેણ બની રહ્યો છે અને તે 3.4 ટકા યુવા વર્ગનું મૃત્યુ લાવે છે.