કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર તોડી ખાડામાં ખાબકી: કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
તાલાલા તાલુકાના ગુંદરણ ગીર ગામ પાસે રાત્રે દોઢ વાગ્યા આસપાસ ભયંકર અકસ્માત સર્જાયો હતો.ત્રણેય યુવાનો તાલાલા થી કોડીનાર જતા હતા ત્યારે તાલાલા થી ત્રણ કિ.મી.દુર ગુંદરણ ગીર ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડી પલ્ટી મારી ખાડામાં ખાબકી હતી.આ અકસ્માતમાં એક નું મરણ થયું હતું જ્યારે બે યુવાનોને ગંભીર ઈજા થતાં જુનાગઢ રીફર કર્યા હતા.આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા ગીર કામકાજ અર્થે આવેલ ત્રણેય યુવાનો ગત મોડી રાત્રે કોડીનાર પરત જતા હતા આ દરમ્યાન ગુંદરણ ગીર ગામ પાસે બજરંગ હોટેલની બાજુમાં આવેલ ગોળાઈમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર તોડી પલ્ટી મારી ખાડામાં ખાબકી હતી.
- Advertisement -
આ બનાવની જાણ રાહદારીઓને થતાં તુરંત 108 બોલાવી ત્રણેય યુવાનો ને તાલાલા સરકારી હોસ્પિટલે લાવેલ જેમાં કારચાલક સંજયભાઈ સવદાસભાઈ ગોહિલ ઉ.વ.38 રે.પેઢાવાળા(કોડીનાર)વાળાને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હોય જેને ફરજ પરના તબીબમૃત જાહેર કર્યા હતા. જ્યારે હરેશભાઈ ગોવિંદભાઈ વાઢેળ ઉ.વ.26 રે.મોરડીયા,સુજીતભાઈ નારણભાઈ બારડ રે.અનિડા વાળાને શરીરના ભાગે નાની મોટી ગંભીર ઈજા થતાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યા હતા.આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી પી.એસ.આઇ આકાશસિંહ સિંધવે વધુ તપાસ હાથ ધરી છે.