પોલીસ દ્વારા ધર્મસ્થાનને નોટિસ આપ્યા બાદ સેંકડો લોકો કબરની સામે એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરી પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો
જૂનાગઢમાં એક મકબરાને હટાવવાની નોટિસને લઈને શુક્રવારે સાંજે ભારે હોબાળો મચ્યો હતો. વાત જાણે એમ છે કે, પોલીસ દ્વારા ધર્મસ્થાનને નોટિસ આપ્યા બાદ સેંકડો લોકો કબરની સામે એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરી પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં DySP સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો. હાલ મળતી વિગતો મુજબ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. દરગાહને લઈને હોબાળો મચાવનારા અને ચાર પોલીસકર્મીઓને ઈજા પહોંચાડનારા લોકોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દરેકને એ જ દરગાહની સામે ઊભા કરવામાં આવ્યા અને બેલ્ટ વડે માર મારવામાં આવ્યો.
- Advertisement -
શું હતો સમગ્ર મામલો ?
જૂનાગઢમાં મજેવડી દરવાજાની સામે રસ્તાની વચ્ચે એક દરગાહ બનાવવામાં આવી છે. તેને દૂર કરવા માટે મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે, આ ધાર્મિક સ્થળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. પાંચ દિવસમાં આ ધાર્મિક સ્થળની કાનૂની માન્યતાના પુરાવા રજૂ કરવા જોઈએ, નહીં તો આ ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવશે અને તમારે તેની કિંમત ચૂકવવી પડશે. ધાર્મિક સ્થળ (દરગાહ)ને તોડી પાડવાની નોટિસ મુકવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. નોટિસ વાંચતા જ અસામાજિક તત્વો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ હુમલાખોર બની ગયા.
Gujarat: 1 dead in stone pelting at police over anti-encroachment drive in Junagadh
Read @ANI Story | https://t.co/r4MZW6QWSy#Gujarat #Junadagh #StonePelting pic.twitter.com/wBTx0pi4EW
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 17, 2023
અચાનક લોકોએ પોલીસ પર કર્યો હુમલો
આ તરફ સાંજે સાત વાગ્યાથી લોકો ભેગા થવા લાગ્યા અને નવ વાગ્યા સુધીમાં દરગાહની આસપાસ 200-300 લોકો પહોંચી ગયા અને એકઠા થઈ ગયા. જ્યારે પોલીસે તેમને આ સ્થળેથી હટાવવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પથ્થરમારો શરૂ કર્યો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. હુમલામાં એક DySP અને ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. હાલ સ્થિતિ કાબુમાં છે અને પોલીસ સમગ્ર શહેરમાં દરેક જગ્યાએ તપાસ કરી રહી છે.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z
— ANI (@ANI) June 17, 2023
શું કહ્યું પોલીસે ?
સમગ્ર મામલે પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિ કાબુમાં છે અને સમગ્ર જૂનાગઢ શહેરમાં સેંકડો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢના એસપી રવિ શેટ્ટીએ કહ્યું, મજેવડી રોડ પાસે એક રોડ પર એક સમાધિ છે. કોર્પોરેશને તે દરગાહને પાંચ દિવસ પહેલા નોટિસ પાઠવી હતી કે, જો કોઈ પાસે તેના માટે દાવો હોય તો તેણે કોર્પોરેશનમાં રજૂઆત કરવી. આ નોટિસ પર નારાજગી વ્યક્ત કરવા માટે શુક્રવારે 500-600 લોકો ત્યાં ભેગા થયા અને રસ્તો રોકવાનો પ્રયાસ શરૂ કર્યો. આ પછી પોલીસ ત્યાં પહોંચી જેમાં DSP હિતેશ સહિત અન્ય પોલીસકર્મીઓ સામેલ હતા. એક કલાકથી વધુ સમય સુધી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તે સમયે પાછળથી કોઈએ પથ્થરમારો કરતાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.પથ્થરમારોમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
#WATCH | Gujarat: Morning visuals from near Majewadi Gate in Junagadh, where police and mob clashed last night during an anti-encroachment drive https://t.co/2ezmjvKkb6 pic.twitter.com/ZMyie2krKk
— ANI (@ANI) June 17, 2023
શું કહ્યું એસપી રવિ શેટ્ટીએ ?
એસપી રવિ શેટ્ટીએ કહ્યું, DSP હિતેશને ચાર ટાંકા આવ્યા છે, ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે જ્યારે 2 પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસે રાતોરાત ત્યાં કોમ્બિંગ કર્યું અને અમે 174 આરોપીઓ અને શંકાસ્પદોની અટકાયત કરી. અમે વધુ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ અને તમામ આરોપીઓની ધરપકડ કરીશું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જૂનાગઢ શહેરમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. IG સહિત ડઝનબંધ પોલીસ અધિકારીઓ અને સેંકડો પોલીસકર્મીઓ અહીં તૈનાત છે. તમામ પોલીસકર્મીઓ સુરક્ષિત છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જે ન થવી જોઈતી હતી.