5 ઓક્ટોબરે સાંજે 06:30 કલાકે ટાગોર રોડ, વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગરબા રાજકોટ 05/10/2025ને રવિવાર સાંજે 06:30 કલાકે વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડ, ટાગોર રોડ રાજકોટ ખાતે રાજકોટ જીલ્લા કોળી સેના અને ચામુંડાધામ ટ્રસ્ટ દ્વારા એક દિવસીય રાસ ગરબા મહોત્સવ યોજવામા આવશે આ આયોજન માત્ર સમસ્ત કોળી સમાજ પુરતુ મર્યાદિત છે. ગરબા રાજકોટના નામથી સમસ્ત કોળી સમાજના ખૈલેયાઓ માટે છેલ્લા 12 વર્ષથી સફળતા પર્વક આયોજન કરવામાં આવે છે. આ આયોજનનો હેતુ માત્ર સમસ્ત કોળી સમાજના લોકો સંગઠીત રહી અને કોળી સમાજના વિકાસમા સહભાગી બને અને એ હર હંમેશા એક તાતણે બંધાયેલો રહે તે માત્ર હેતુથી આ આયોજન કરવામાં આવે છે તેમજ આ કાર્યક્રમના માધ્યમથી કોળી સમાજ આર્થિક, સામાજીક, શૌક્ષણિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધી રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આવનારા દિવસોમા પ્રગતીશીલ રહે અને સમાજના લોકો ગૌરવવંતુ જીવન જીવી શકે, આ આયોજનમા દિપ પ્રાગટય માટે સંત અમરગીરી બાપુ તેમજ મુખ્ય અતીથી વિશેષ તરીકે માનનીય વિશેષ ઉપસ્થિતી મંત્રી પરસોતમભાઈ ઓ. સોલંકી ગુજરાત રાજય, (સ્થાપક-કોળી સેના ગુજરાત), કેન્દ્રીય મંત્રી માનનીય નિમુબેન બાંભણીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ પરષોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, રાજય મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભુપતભાઈ ડાભી સ્થાપક માંધાતા ગ્રુપ ગુજરાત, પુર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, પુર્વ ધારાસભ્ય રૂત્વિકભાઈ મકવાણા, યુવા પ્રમુખ દિવ્યેશભાઈ પી. સોલંકી-કોળી સેના ગુજરાત રાજય, દીપાબેન એમ બાંભણીયા કોળી સેના ગીર સોમનાથ જીલ્લા, સમસ્ત કોળી સમાજના કોર્પોરેટર તથા રાજકીય આગેવાનો, સમાજના પ્રતિષ્ઠીત આગેવાન, એડવોકેટ, ડોકટર, બિલ્ડરો, વેપારીઓ, ઉદ્યોગપતીઓ, સરકારી કર્મચારીઓ, તમામ સંગઠનના પ્રમુખો વિગેરે ઉપસ્થિત રહેશે, તેમજ આશરે 10,000 ખેલૈયા એકી સાથે રાસ ગરબા લઈ શકે તેવી વ્યવસ્થા સાથે સુપ્રસિદ્ધ નામાંકિત ગાયક કલાકારોના શુર સાથે ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબા લઈ શકે તેવી સાઉન્ડની રીધમ સાથે ઓરકેસ્ટ્રા ટીમ તેમજ પસંદગી પામેલા ખેલૈયાઓ માટે ઈનામોની વણજાર તેમજ ઈમરજન્સી મેડીકલ સુવિધાઓ ડોકટરની ટીમ સાથે, ફાયર સેફટી, હાઈલેવલ સિક્યુરીટી તથા ચુસ્ત બંદોબસ્ત સાથે સી.સી.ટી.વી, લાઈવ પ્રસારણ સાથે સંપુર્ણ સુવિધાઓથી સજજ આ આયોજનને સફળ બનાવવા આયોજક પ્રમુખ અજયભાઈ ડાભી-કોળી સેના રાજકોટ જીલ્લા, રાજુભાઈ મોકરીયા, યોગેશભાઈ વાટીયા, સાગરભાઈ ડાભી, મીતુલભાઈ મકવાણા, રણજીતભાઈ મકવાણા, ધવલભાઈ કુકડીયા, 100થી વધુ કોળી સેના રાજકોટ શહેરના સ્વયમ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ રાસોત્સવના પાસની કિમત રૂા. 150/- રાખવામા આવી છે. પાસ મેળવવા માટે સંપર્ક કોળી સેના રાજકોટ જીલ્લા કાર્યાલય 11, મનહર પ્લોટ, મંગળા મેઈન રોડ, રાજકોટ અથવા મો. 76765 44444, 9016958097, 9099098746 પર સંપર્ક કરવો.