ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં બાદ ઓડિશા અને તમિલનાડુમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. ભાજપના તમામ કાર્યક્રમો પણ આજે મોકૂફ રાખવામાં આવ્યા છે.
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) સાંજે એક મોટી ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મૃત્યુ થયા છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યમાં અત્યાર સુધીમાં ઘણા ઈજાગ્રસ્તોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના બાદ રાજ્યમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આ માટે આખા રાજ્યમાં આજે (3 જૂન) કોઈ ઉત્સવ મનાવવામાં આવશે નહીં.
- Advertisement -
#WATCH ओडिशा के मुख्यमंत्री नवीन पटनायक दुर्घटनास्थल पर पहुंचे। इस दौरान उन्होंने मौके पर मौजूद अधिकारियों और रेल मंत्री अश्विनी वैष्णव से बात कर स्थिति का जायज़ा लिया।#BalasoreTrainAccident pic.twitter.com/Vquq2WdV8O
— ANI_HindiNews (@AHindinews) June 3, 2023
- Advertisement -
તમિલનાડુમાં એક દિવસનો રાજકીય શોક જાહેર
ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે.
તપાસ બાદ અકસ્માતનું કારણ બહાર આવશેઃ રેલવે મંત્રી
દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશા પહોંચ્યા છે. તેમણે ઘટનાસ્થળે પહોંચીને કહ્યું કે, આ ખૂબ જ દર્દનાક અકસ્માત છે. રેલવેની સાથે-સાથે NDRF, SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. તમામ સંભવિત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અકસ્માતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ બાદ જ અકસ્માતનું કારણ બહાર આવશે.
"High-level inquiry will be conducted," Ashwini Vaishnaw on Odisha's Balasore train accident
Read @ANI Story | https://t.co/fvVv7t7Ilb#AshwiniVaishnaw #Odisha #OdishaTrainTragedy #TrainAccident pic.twitter.com/ASXJ217yrI
— ANI Digital (@ani_digital) June 3, 2023
ભાજપે તેના તમામ કાર્યક્રમો સ્થગિત કર્યાઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્રેન દુર્ઘટના પર કહ્યું, “ઓડિશાના બાલાસોરમાં ગત શુક્રવારે સાંજે થયેલ ભયાનક ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ હૃદયદ્રાવક ઘટનાથી ખૂબ જ દુઃખી છું. આ ભયાનક ટ્રેન દુર્ઘટનાને જોતા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનાર કાર્યક્રમોની સાથે-સાથે દેશભરમાં યોજાનાર તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.
ओडिशा के बालासोर में कल शुक्रवार शाम को हुआ भयावह रेल हादसा अत्यंत ही दुखद और मन को शोकाकुल कर देने वाला है। मैं इस हृदय विदारक घटना से मर्माहत हूं। इस भीषण रेल दुर्घटना को देखते हुए भारतीय जनता पार्टी ने केंद्र सरकार के 9 वर्ष पूरे होने के अवसर पर होने वाले कार्यक्रमों के… pic.twitter.com/ZVzBTQlOR4
— ANI_HindiNews (@AHindinews) June 3, 2023
દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233ના મૃત્યુ
મોડી રાત્રે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં કુલ 233 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 900 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. NDRF, સ્થાનિક પોલીસ, રાજ્ય ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમ અને અન્ય સહયોગી એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને તેઓ સતત રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.
#WATCH अब तक 900 लोगों के घायल होने की सूचना है, उनका इलाज चल रहा है। 233 लोगों के शव बरामद हुए हैं। राहत और बचाव कार्य जारी है। NDRF, ODRAF और दमकल विभाग अब भी बोगी को काटने और लोगों को निकालने की कोशिश कर रहे हैं: ओडिशा के मुख्य सचिव प्रदीप जेना, भुवनेश्वर
(वीडियो: I & PR… pic.twitter.com/8QbGOWENjB
— ANI_HindiNews (@AHindinews) June 3, 2023
દુર્ઘટના બાદ લગભગ 100 ટ્રેનોને અસર થઈ
ટ્રેન દુર્ઘટનાના કારણે ભારતીય રેલવેએ 48 ટ્રેનો રદ કરી દીધી છે, જ્યારે 39 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 10 ટ્રેનો થોડા સમય માટે રદ કરવામાં આવી છે.