આજી ડેમ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી
રાજકોટના રામવન પાસે વધુ એક જીવલેણ અકસ્માત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે જેમાં જીવ ગુમાવ્યો છે. આજીડેમ ચોકડી પાસે મંછાનગરમાં રહેતો પાંચ બહેનના એકના એક ભાઈ 22 વર્ષીય યુવાન એકટીવા લઈને જતો હતો ત્યારે કાળમુખા ટ્રકે હડફેટે લેતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી વિગત મુજબ મંછાનગરમાં રહેતો અને કારખાનામાં કામ કરતો સંજય ભુરાભાઈ જાદવ ઉં.22 ગત બપોરે તેનું એકટીવા લઈ આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ હાઈવે રોડ ઉપર જતો હતો ત્યારે રામવન અને મુરલીધર બ્રિજની વચ્ચે રોડ પાસે પહોંચ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલા કાળમુખા ટ્રકે સંજયને એકટીવા સમેત હડફેટે લીધો હતો અકસ્માત સર્જાતા સંજય ફંગોળાઈ ગયો હતો અને ગંભીર ઇજા પહોંચતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અંહી સારવારમાં દમ તોડી દીધો હતો બનાવની જાણ થતા આજી ડેમ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સંજય પાંચ બહેન અને એક ભાઈમાં મોટો હતો. તેના પિતા ભુરાભાઈ કારખાનામાં નોકરી કરે છે અને સંજય પોતે પણ કારખાનામાં નોકરી કરતો હતો પાંચ બહેનના એકના એક ભાઈએ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે બનાવ અંગે ગુનો નોંધવા તેમજ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.