જિલ્લા LCB દ્વારા દરોડો કરી 1.29 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમને ચોટીલા તાલુકાના કુંભારા ગામે વિદેશી દારૂ ભરેલી કાર અંગે બાતમી મળતા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, કુલદીપસિંહ તથા વિજયસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા કુંભારા ગામે વોચ ગોઠવી ઊભા હોય તેવા સમયે એક સ્કોર્પિયો કાર જીજે 11 એ બી 0111 નંબરની નીકળતા કારણે અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની નાની બોટલ 1296 નંગ કિંમત 1,29,600 રૂપિયાની જપ્ત કરી કાર ચાલક ઇશમ કિશનભાઇ ઘનશ્યામભાઈ રાઠોડ રહે: ચોટીલા વાળાને ઝડપી લઇ કાર કિંમત ત્રણ લાખ રૂપિયા તથા એક મોબાઇલ કિંમત પાચ હજાર એમ કુલ મળી 4,34,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલ ઇશમ સહિત હાજર નહિ મળી આવેલ અજયભાઈ શેખ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.