રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી ખાનગી બસમાંથી પોલીસને હાથ લાગ્યો 143 કિલો ગેરકાયદેસર ચાંદીનો જથ્થો. એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી.
રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતી ચાંદીની તસ્કરીનો પર્દાફાશ થયો છે. ગુજરાત -રાજસ્થાન બોર્ડર પર આવેલી માવલ ચોકી પર રિક્કો પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતા 143 કિલો ગેરકાયદેસર ચાંદીનો જથ્થો ઝડપ્યો છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પોલીસને અંદાજે 143 કિલો ચાંદી મળી આવી છે. લગભગ 9 નાના-મોટા પેકેટમાં ચાંદી ઉતરપ્રદેશથી ગુજરાત લઈ જવામાં આવતી હતી.
- Advertisement -
143 કિલો ગેરકાયદેસર ચાંદીની કિંમત છે 86 લાખ રૂપિયા
મહત્વનું છે કે, સામાન્યત: ગુજરાત-રાજસ્થાનની પોલીસને ચેકીંગ દરમ્યાન અનેકવાર ગેરકાયદેસર વસ્તુઓ હાથ લાગતી હોય છે. ત્યારે ગઇકાલે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા પહેલા એક ખાનગી બસમાંથી રિક્કો પોલીસને 143 કિલો ને 264 ગ્રામ ચાંદી હાથ લાગી હતી. જેની કિંમત 86 લાખ રૂપિયા છે.
2 દિવસ અગાઉ પણ માવલ ચેકપોસ્ટ પરથી ઝડપાઇ હતી 5.94 કરોડની રોકડ
- Advertisement -
બસની સીટ નીચે 143 કિલો ચાંદીને છુપાવી ગુજરાતમાં લાવવાની કોશિશને પોલીસે નાકામ કરી એક વ્યક્તિની અટકાયત કરી હતી. હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે બસમાં સવાર અન્ય મુસાફરોને બીજા વાહનની સુવિધા કરીને મોકલી દેવાયા હતા. આથી, પોલીસે 143 કિલો ચાંદી સાથે બસને કબ્જે કરી લીધી હતી. આ બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જતી હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ પણ માવલ ચેકપોસ્ટ પરથી 5.94 કરોડની રોકડ પકડાઈ હતી.