ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
મોરબી મકનસર ગામ વાદી વસાહત જવાના કાચા રસ્તે આવેલ બાવળની કાંટ પાસેથી સી.એન.જી. રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-102 કિ.રૂ. 1,31,500/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 2,36,500/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સી.એન.જી.રીક્ષા રજીસ્ટર નં. ૠઉં-13-અટ-6820 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ વાંકાનેર તરફથી મકનસર તરફ આવનાર છે તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી સી.એન.જી. રીક્ષાની વોચમાં મકનસર ગામ એક્સેલ સીરામીક પાસે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -102 કિં રૂ. 1,31,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.2,36,500 ના મુદામાલ સાથે એક આરોપી સમીર ઉર્ફે સમલો અબ્બાસભાઇ કટીયા રહે.રતનપર ઢાળ વિસ્તાર તા.જી.સુરેંદ્રનગરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક મહિલા સુરેંદ્રનગર ટાવર પાસે રહેતા પીંકીબેન માણેકનુ નામ ખુલતા બંન્ને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે