ખાસ-ખબર સંવાદદાતા
હળવદ મોરબી ચોકડી પાસે ઘઉં ભરેલ ક્ધટેનરની લૂંટ કરવાના કેસમાં ટ્રકચાલકની ફરીયાદના આધારે હળવદ પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે ઈજાગ્રસ્ત આરોપીઓ સારવાર હેઠળ છે તો એક આરોપી ફરાર છે. હળવદના સુખપર પાસે આવેલા ક્ધટેનર યાર્ડમાંથી 23 ટન ઘઉં ભરીને વાંકાનેર જતાં ટ્રકને હળવદ માળિયા હાઇવે ઉપર પરિશ્રમ હોટેલ આગળ કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા, વિરલભાઈ શૈલેષભાઇ સોની અને અજાણ્યો એક શખ્સ બલેનો કારમાં ધસી આવ્યા હતા.
તેઓએ ટ્રક રોકાવીને ટ્રકચાલકને લાફા મારી ગાળો આપી ઘઉં ભરેલ ક્ધટેનર મળી રૂ. 12 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી ત્યારબાદ લુંટ કરીને ભાગતી વેળાએ કેદારીયા પાસે ટ્રક પલટી ગયો હતો. આ કેસમાં ટ્રકચાલકની ફરીયાદના આધારે હળવદ પોલીસે એક આરોપી કુલદીપસિંહ વાઘેલાની ધરપકડ કરી છે જ્યારે બે ઈજાગ્રસ્ત આરોપીઓ સારવાર હેઠળ છે તો એક અજાણ્યો શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.