ભારે વરસાદની આગાહીના પગલે ગઉછઋની ટીમ રાજકોટમાં
માધાપર ચોક પાસે પાણી ભરાતા વાહન-ચાલકો પરેશાન
- Advertisement -
આજે સવારે રાજકોટમાં અસહ્ય બફારા બાદ વરસાદ વરસ્યો હતો. સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં અંદાજે દોઢ ઈંચ વરસાદ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. મહાનગરપાલિકા તંત્ર દર વખતે પ્રિ મોન્સૂનની કામગીરી કરતા હોય છે. ત્યારે આજે માત્ર દોઢ ઈંચ વરસાદમાં માધાપર ચોક સહિતના મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા. દોઢ-દોઢ ફૂટ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.
વાહનો બંધ પડતા લોકોએ દોરીને વાહન લઇ જવાની ફરજ પડી હતી. રાજ્યના અનેક જિલ્લાઓ સહિત રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છ.



