વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા કડક કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
- Advertisement -
ધ્રાંગધ્રા હાઈવે પર ફરી એક વખત જાહેરમાં દવાઓનો જથ્થો મળી આવ્યો છે જેમાં આગાઉ પણ આ પ્રકારે ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ગામ નજીક જાહેરમાં ફેકી દીધેલ દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો જે બાદ ફરીથી રામેશ્વર ટાઉનશિપ સામે રોડની સાઈડમાં દવા અને ઇન્જેક્શનનો જથ્થો મળ્યો હતો જ્યારે આ અંગે ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસરની જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના અને તબીબો સામે કોઈ આકરા પગલા નહીં લેવાતા હોવાથી દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો જાહેરમાં ફેકી પ્રદૂષણ સાથે અબોલ જીવોને પણ નુકશાન થાય તે પ્રકારનું હીન કૃત્ય કરતા હોવાનું સામે આવે છે હાલ દવાનો ફેંકેલો જથ્થો તળાવના કાંઠે હોવાની બાબત પણ અતિ ગંભીર માનવામાં આવે છે અને તપાસ સાથે જાહેરમાં નાખેલ દવાના જથ્થામાં જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે.



