વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ દરેક જાતકો તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે, તેઓ કોઈને પણ રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે.
જ્યોતિષીઓના મતે શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલે છે, તેમનું ચક્કર પૂરા અઢી વર્ષમાં પૂર્ણ થાય છે. હાલમાં શનિ મીન રાશિમાં માર્ગી થઈને બેઠા છે અને 2027 સુધી મીન રાશિમાં જ રહેશે. આ સાથે જ જ્યારે પણ નવું વર્ષ શરૂ થવાનું હોય છે, ત્યારે શનિ અલગ-અલગ રીતે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે.
- Advertisement -
વાસ્તવમાં જ્યારે પણ શનિ ગોચર કરે છે, ત્યારે તે ચાંદી, લોખંડ અથવા તાંબાના પાયા પહેરીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ પાયાના આધારે જ શનિ જાતકને શુભ અને અશુભ પરિણામો પણ આપે છે. નવા વર્ષની શરૂઆત સાથે શનિ ચાંદીના પાયા ધારણ કરશે, જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી જશે. તો ચાલો જાણીએ આ લકી રાશિઓ વિશે.
કર્ક રાશિ
વર્ષ 2026માં શનિના ચાંદીના પાયા કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ દિવસ લઈને આવશે. શનિની આ સ્થિતિ અણધાર્યા નુકસાનથી બચાવશે. આ સમય કામમાં એકાગ્રતા વધારશે. જો નોકરીમાં બદલાવની સ્થિતિ સર્જાઈ તો સમજી-વિચારીને નિર્ણય લેવો. શેરબજાર અથવા જોખમી રોકાણોમાં સાવધાની રાખવી જોઈએ. આ સમય અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ધ્યાન કેન્દ્રિત રાખવામાં પણ મદદરૂપ થશે. આર્થિક કાર્યોમાં લાભ થવાથી જીવનમાં સકારાત્મકતા વધારશે.
- Advertisement -
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે 2026માં શનિના ચાંદીના પાયા તેમના ભાગ્યને મજબૂત બનાવશે. કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થશે. સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળશે. જે જાતકો સરકારી નોકરી, કાનૂની બાબતો અથવા વહીવટી સાથે સબંધિત કામોમાં જોડાયેલા છે, તેમને વિશેષ લાભ મળી શકે છે. સામાજિક સન્માન વધશે. કાર્યક્ષેત્ર પર તમારી વાતને મહત્ત્વ મળશે. નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ આવશે.
કુંભ રાશિ
કુંભ રાશિ પર પણ શનિનો ઊંડો પ્રભાવ રહેશે કારણ કે હાલમાં આ રાશિ પર સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. 2026માં ચાંદીના પાયા ધારણ કરવાથી કુંભ રાશિના જાતકો માટે નિર્ણય લેવામાં સ્પષ્ટતા આવશે. લાંબા સમયથી અટકેલા કામમાં વેગ આવી શકે છે. નોકરી કરતા જાતકોને સીનિયર અધિકારીઓનો સહયોગ મળશે. બિનજરૂરી આર્થિક ખર્ચમાં ઘટાડો થશે, અને બચતમાં વધારો થશે. પારિવારિક સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ પણ ધીમે-ધીમે દૂર થશે.




