બ્લુ ટિક પછી ટ્વિટર ‘ઓફિશિયલ’ બેજ લઈને આવી છે અને ટ્વિટરના જણાવ્યા અનુસાર આ ‘ઓફિશિયલ’ લેબલ બ્લૂ ટિકની જેમ ખરીદી નહીં શકાય.
બ્લુ ટિક પર ચાર્જ વસૂલવાના નિર્ણય બાદ ટ્વિટર હવે એલન મસ્ક ‘ઓફિશિયલ’ લેબલ (Official Lebel) લઈને આવ્યા છે. જણાવી દઈએ કે ટ્વિટરે ઘણા વેરિફાઈડ એકાઉન્ટને આ ઓફિશિયલ બેજ આપ્યા છે અને બુધવારે સાંજે પીએમ મોદી અને અન્ય ઘણા મંત્રીઓની ટ્વિટર પ્રોફાઇલ પર ‘ઓફિશિયલ’ લેબલ દેખાયું હતું. આવી જ રીતે યુએસ બેસ્ડ આ સોશિયલ મીડિયા કંપની બ્લુ ટિક સિવાય ‘ઓફિશિયલ’ બેજ લઈને આવી છે અને એ બેજને લઈને જ કંપનીએ ટ્વિટર બ્લુ ટિક્ડ એકાઉન્ટ્સ અને ઓફિશિયલ એકાઉન્ટ્સ વચ્ચે એક તફાવત બનાવી દીધો છે. જો કે આ અપડેટ એક ઘટના પછી આવ્યું હતું જેમાં ઓસ્ટ્રેલિયાના એક પ્રોફેસરે એલન મસ્કની ટ્વિટર પ્રોફાઈલ કોપી કરીને તેમના નામને લઈને ઘણી મજાક ઉડાવી હતી.
- Advertisement -
A lot of folks have asked about how you'll be able to distinguish between @TwitterBlue subscribers with blue checkmarks and accounts that are verified as official, which is why we’re introducing the “Official" label to select accounts when we launch. pic.twitter.com/0p2Ae5nWpO
— Esther Crawford ✨ (@esthercrawford) November 8, 2022
- Advertisement -
દરેક વેરીફાઇડ એકાઉન્ટ્સને નહીં મળે આ ‘ઓફિશિયલ’ લેબલ
ગઇકાલથી આજ સુધીમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેટલાક અન્ય મંત્રીઓના ટ્વિટર હેન્ડલ પર પણ આ લેબલ જોવા મળ્યું હતું. જો કે આ વિશે ટ્વિટરના એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડે ટ્વિટર પર લખ્યું હતું કે, “મને ઘણા લોકોએ પૂછ્યું છે કે અમે બ્લુ ટિકવાળા ગ્રાહકો અને ઓફિશિયલ વેરિફાઈડ એકાઉન્ટ્સ વચ્ચે કેવી રીતે તફાવત કરશું અને આ કારણે અમે કેટલાક એકાઉન્ટ્સ માટે ‘ઓફિશિયલ’ લેબલ રજૂ કરી રહ્યા છીએ અને આ સાથે જ જણાવી દઈએ કે પહેલાથી વેરીફાઇડ બધા એકાઉન્ટ્સને પણ આ ‘ઓફિશિયલ’ લેબલ નહીં મળે.’
કોને મળશે ‘ઓફિશિયલ’ લેબલ ?
ટ્વિટરના એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડેના જણાવ્યા અનુસાર, ‘જે એકાઉન્ટ્સને ‘ઓફિશિયલ’ લેબલ આપવામાં આવી રહ્યું છે તેમાં સરકારી એકાઉન્ટ્સ, કમર્શિયલ કંપનીઓ, બિઝનેસ પાર્ટનર, મીડિયા આઉટલેટ્સ અને પબ્લિક હસ્તીઓનો સમાવેશ થાય છે. અને આ ‘ઓફિશિયલ’ લેબલ ખરીદી શકાતું નથી.