મોક્ષદા એકાદશી વ્રતનું હિન્દુ ધર્મ ખૂબ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી એકાદશીનું પૂજા કરવામાં આવે છે. એવું મનાય છે કે મોક્ષની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. ત્યારે મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે નોટ કરી લો તેની તારીખ અને પૂજા વિધીની રીત.
મોક્ષદા એકાદશી વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ શુભ માનવામાં આવે છે. આ વ્રત માર્ગશીર્ષ ( માગસર) મહિનાની અગિયારસે આવે છે. આ વર્ષે અગિયારસ 11 ડિસેમ્બરે આવશે.
- Advertisement -
મોક્ષ પ્રાપ્તિ માટે મોક્ષદા એકાદશી
મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને એકાદશી માતાનું વ્રત કરવાથી મનવાંછિત ફળ મળે છે. . આ શૃંગાર દેવી પ્રત્યે આપણી શ્રદ્ધા બતાવે છે તો ભગવાન વિષ્ણુની કૃપા પણ ઉતરે છે.
શૃંગાર માટે જરૂરી સામગ્રી
- Advertisement -
દેવીના શણગાર માટે ગંગાજળ,પંચામૃત, લાલ કે પીળી ચુંદડી, ઘરેણાં, બંગડી, કાજલ, લિપસ્ટિક, ફૂલોની માળા, દીવો, કપૂરનો ઉપયોગ કરો.
શણગાર વિધિ
પૂજા સ્થાનને સારી રીતે સાફ કરો અને હાથ-પગ ધોઈને ચોખ્ખું વસ્ત્ર પહેરો.
દેવી એકાદશી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરો.
દેવીની મૂર્તિ પર ગંગાજળ અને પંચામૃતથી અભિષેક કરો, આ પવિત્રતા અને સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે.
દેવી એકાદશીને લાલ કે પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો, ત્યારબાદ બંગડી, ઘરેણાં, બિંદી, કાજલથી શણગાર કરો અને ફૂલની માળા અર્પણ કરો.
પાંચમુખી દીવો કરીને દેવી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરો.
પૂજા વિધિવત રીતે કર્યા બાદ દેવી અને વિસદ્ધનું ભગવાનની કથાનો પાઠ કરો અને આરતી ઉતારો.
વ્રતના દિવસે સાત્વિક આહાર લો, ખરાબ વિચારોથી દૂર રહો, શણગાર અને પૂજા સમયે પવિત્ર અને શ્રદ્ધા મનમાં જાળવી રાખો.