પોલીસે હથિયારબંધી ભંગ અંગે ગુનો દાખલ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદર જિલ્લાના સેગરસ ગામથી ભોગસર ગામ તરફ જતા રસ્તા પર ગઇકાલે રાત્રીના સમયે એક શખ્સનીશંકાના આધારે તલાશી લેતા તેની પાસેથી એક આધાર પરવાના વગરની જામગરી બંદૂક મળી આવી હતી. પોલીસે આ શખ્સ સામે હથિયારબંધીજાહેરનામા ભંગ અંગેનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
કુતિયાણા તાલુકાના સેગરસ ગામથી ભોગસર તરફ જતા રસ્તા પર પોલીસે ગઇકાલે રાત્રીના સમયે કરશનચનાભાઇ ડાંગર નામના શખ્સનીશંકાના આધારે તલાશી લેતા તેની પાસેથી કોઈપણ જાતના આધાર પરવાના વિનાની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક રૂૂ. 1000 ની મળી આવી હતી. પોલીસે કરશન ડાંગર સામે હથિયારબંધીસહિતનોગુન્હો દાખલ કર્યો છે. જેની વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના ઙજઈં કે. એન. ઠાકરીયાએ હાથ ધરી છે.