દરેક ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે ‘પ્રસાદ ઘર’ પણ બનાવવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ આયોજીત ડો. યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોક ગણેશ મહોત્સવમાં સતત ત્રીજા દિવસે સાંજે મહાઆરતીમાં ઘોડાપુર ઉમટ્યું હતું તથા સમગ્ર રાજકોટ સર્વેશ્ર્વર ચોકના ગણેશ મહોત્સવમાં ભક્તિમય થયું હતું તથા ગણપતિના સાનિધ્યમાં ભાવભકિત સાથે ગણપતિની આરાધના કરવામાં આવી હતી.
‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ના આયોજકોને માન આપી રાજકોટ મીરરનાં તંત્રી પ્રતિપાલસિંહ જાડેજા તથા મુદ્રક પ્રકાશન અને માલિક યશપાલસિંહ જાડેજા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ ‘પુજા પ્રિન્ટર્સ’ના માલીકો અજીતસિંહ ચૌહાણ તથા કુમાર અજીતસિંહ ચૌહાણ સહ પરીવાર, ટ્રાન્સગ્લોબ ઈન્સ્ટીટ્યુટના માલીક વિજયભાઈ મહેતા સહપરિવાર તેમજ જાણીતા સર્જન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા તેમના પરીવાર તથા મિત્રો સાથો ઉપસ્થિત રહ્યા હતાં.
‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ આયોજીત ગણેશ મહોત્સવમાં ટ્રસ્ટના 80થી વધુ કાર્યકરો સવારે 7-30 થી રાત્રે 1-00કલાક સુધી પોતાના કામ ધંધા પડતા મુકીને પોતાનો સમય આ મહોત્સવને યાદગાર બનાવવા તથા દર વર્ષે નવું નવું નજરાણું રાજકોટમાં આપવા માટે તનતોડ મહેનત કરી રહેલ છે. તેમજ દરેક ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે ‘પ્રસાદ ઘર’ પણ બનાવવામાં આવ્યું છે. ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌથી મોટુ પ્રાધાન્ય તેમની સફાઈ ગણવામાં આવે છે. તેમજ સરકારના નિતિનિયમો મુજબ સી.સી.ટી.વી. તથા ફાયરના સાધનો પણ રાખવામાં આવ્યા છે. સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળાઆરતી, સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક દિવસ દરેક ભાવિકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. દરેક દિવસે 25000થી 30000 ભાવિકો દર્શનનો લાભ લે છે તથા પોતાની માનતા પૂરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. 50,00,000નો વિમો લેવામાં આવ્યો છે. તા. 12-9ના રોજ વૃદ્ધાશ્રમનો આરતી તથા જમણવાર રાખવામાં આવ્યો છે. તા. 13-9ના રોજ અનાથ બાળકોનો જમણવાર તથા તા. 15-9ના બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે 5-00 કલાકે અન્નકૂટ દર્શન રાખવામાં આવેલા છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. ગણપતિ મહોત્સવ તા. 17-9 સુધી ચાલશે તેમજ સરકારના નિયમો મુજબ 9 ફૂટની ઊંચાઈની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે તથા વિસર્જન તા. 17-9ના રોજ પોલીસ કમિશનરની સૂચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.