ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા ચુંટણી શાખા દ્વારા તા. 5 નવેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદથી ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડવાની ગતિવિધિ શરુ થઈ ગઈ છે. સોમવારે મોરબી જિલ્લામાં કુલ 35 લોકો 47 ફોર્મ ઉપાડી ગયા હતા. વિધાનસભા સીટ મુજબ જોઈએ તો, 14 લોકોએ 16 ફોર્મ ઉપાડ્યા હતા તો ટંકારા બેઠક માટે 8 લોકોએ 15 ફોર્મ ઉપડ્યા હતા જ્યારે વાંકાનેર બેઠકમાં 7 લોકોએ 16 ફોર્મ ઉપાડ્યા હતા. આમ, સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 35 લોકોએ 47 ફોર્મ ઉપાડ્યા હતા. સોમવારે ઉપડેલા ફોર્મમાં વાંકાનેરના ધારાસભ્ય મોહમદ પીરજાદા, તેમના ભાઈ ઈરફાન પીરજાદાએ જયારે ટંકારા બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા તેમજ આપના ઉમેદવાર સંજય ભટ્ટાસણાએ ફોર્મ ઉપાડ્યા હતા. મોરબી જીલ્લાની ત્રણેય બેઠકમાં તા. 5 થી 7 નવેમ્બર દરમિયાન 46 લોકોએ 60 ફોર્મ ઉપાડ્યા હતા જોકે બીજા દિવસે પણ એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ જમા કરાવવામાં આવ્યું નથી.