ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં રાત્રી સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જીલ્લા પંચાયતના દરેક વિભાગના અધિકારીઓ દ્રારા દરેક વિભાગની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા ગામના રસ્તા, પાણી, આરોગ્ય, ખેતીવાડી, શિક્ષણ, પશુપાલન વગેરે પ્રશ્ન બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. મોટાભાગના પ્રશ્ર્નનુ જીલ્લા વિકાસ અધિકારી દ્ધારા જેતે વિભાગના અધિકારી સાથે સ્થળ ઉપર જ પરામર્શ કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. બાકી રહેતા પ્રશ્નનું જલ્દી ઉકેલાય તેવી જીલ્લા વિકાસ અધિકારીએ જેતે વિભાગના અધિકારીને સૂચના આપી હતી.