ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન(SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. અને નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી. મતદાન જાગૃતિ માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓના ભાગરુપે TIP Nodal જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને કેમ્પસ એમ્બેસેડર સાથે લાઇવ સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં કેમ્પસ એમ્બેસેડરને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ યુવા મતદાતાઓને મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવે અને મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. અમરેલી લોકસભા વિસ્તારમાં 85 થી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ નાગરિકો મતદારો, મતદાન કરી શકે તે માટે તેમને ઘરબેઠાં મતદાન માટેની વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા લખાણ “સંકલ્પ લઇએ મતદાન કરશું” કરવામાં આવ્યું હતું. નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવા અને વધુમાં વધુ મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. રાજુલા તાલુકાના મોટા આગરીયા ખાતે ચૂંટણી ફરજ પરના અધિકારીઓએ અને કર્મચારીઓને ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન કરી નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. અને પરિવારજનો તથા આસપાસના વિસ્તારના નાગરિકોને પણ મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવે અને તેઓ પણ મતદાન માટે જોડાય તે માટે અનુરોધ કરવામાં
આવ્યો હતો.