ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ હસ્તકના સાગડીવીડી ફાર્મ ખાતે તારીખ 05-06-2024 ના રોજ વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. આર.બી.માદરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ, કુલસચિવ ડો. પી.એમ.ચૌહાણ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.આર.એમ.સોલંકી, યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ, વિવિધ મહાવિદ્યાલય અને પોલીટેકનીકના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપક અને વડાશ્રીઓ તેમજ સંશોધન વૈજ્ઞાનિકશ્રીઓએ હાજર રહી વૃક્ષારોપણ કર્યુ હતુ. જેમા રાવણા, આંબા જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.